ગરવી તાકાત,પાલનપુર
પાલનપુર નગરપાલિકા સદસ્ય અમૃતભાઈ જોષીએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ને રજુઆત કરતા જણાવ્યું હતુ કે પાલનપુર-અમદાવાદ હાઈવે નજીક સીએનજી પેટ્રોલ પંપ સામે રેલવે ક્રોસિંગ અંડરપાસ સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે બનાવવામાં આવેલ છે. પ્રજાજનો દ્વારા બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલિયાના દરિયાઈ સોસાયટીના રહીશોમા ફેલાઈ રહેલી રોગચાળાની દહેશત
પરંતુ ચોમાસામાં ભરાતા વરસાદી પાણીને લીધે પ્રજાજનો ને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પાલનપુર અને મુખ્ય અધિકારી પાલનપુર નગરપાલિકાને આ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા વોર્ડ નંબર ૮ ના પાલિકા સદસ્ય અમૃતભાઈ જોષીએ રજુઆત કરી હતી.
રીપોર્ટ : જયંતિ મેતિયા