ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહીંવત વરસાદને પગલે લોકો કાગડોળે વરસાદની રાહ જોઇ બેઠા છે. અને દર વર્ષે વિશ્વેશ્વર ખાતે આવેલી બનાસ નદીમાં નહાવાની મોજ માણવા જતા લોકોની પણ આશા પર પાણી ફરી વળ્યું હતું. જો કે રાજસ્થાનમાંથી આવેલ પાણીને પગલે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. જેને પગલે વિશ્વેશ્વર ખાતેની નદીમાં નહાવાની મોજ માણવા માટે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અને નદીમાં નાહતા જોવા મળ્યા હતા.

તસ્વીર અહેવાલ: જયંતિ મેતિયા પાલનપુર