લોકોએ નંબર માંગ્યો, મહેસાણા-કડીમાં કોઈને કોરોના આવે તો નીતીન પટેલના મદદનીશનો કોન્ટેક્ટ કરવો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતીન પટેલે ટ્વીટ કરી કોરોના વાઈરસના સંક્રમીત વ્યક્તિની સારવાર માટે તેમના અંગત મદદનીશનો સંપર્ક કરવાનુ જણાવ્યુ છે. જેમાં મહેસાણા તથા કડી વિધાનસભા વિસ્તારના લોકોને આવરમાં આવ્યા હતા. તેમની આ  સરાહનીય પહલના કારણે તેમની પ્રશંષા થઈ રહી છે અને આલોચના પણ.

નાયબ મુખ્યમંત્રીએ ગઈ કાલે ટ્વીટ કરી કહ્યુ હતુ કે મહેસાણા વિધાનસભા વિસ્તાર તથા કડી વિધાનસભા વિસ્તારમાં કોઈપણ નાગરીકને કોરોના પોઝીટીવ આવ્યો હોય એને સારવાર માટે કોઈ પણ મદદની જરૂર હોય તો તેમના અંગત મદદનીશ અશ્વીનભાઈ ભટ્ટનો સંપર્ક કરવાનુ જણાવ્યુ હતુ. તેમની આ કદમના કારણે તેમના સમર્થકો ઉત્સાહીત થયા હતા. પરંતુ તેમની જાણકારીમાં મદદનીશનો કોન્ટેક્ટ ક્યા કરવો?કેવી રીતે કરવો? એનો ઉલ્લેખ ના કર્યો હોવાથી તથા તેમને કડી અને મહેસાણા પુરતી સીમીત મદદ કરવાની જાહેરાત કરતા તેમની આલોચના થઈ રહી હતી.

સોશીયલ મીડીયામાં લોકો લખી રહ્યા હતા કે દરેક ધારાસભ્યે તથા સાંસદે આ પહલ કરવી જોઈયે, તેમના આ નિર્ણય કડી,મહેસાણા પુરતો હોવાથી આલોચકો કહી રહ્યા હતા કે તમે માત્ર મહેસાણા,કડીના નાયબ મુખ્યમંત્રી છો કે આખા ગુજરાતના? મદદનીશનો નંબર કેવી રીતે કરવો? સોશીયલ મીડીયામાં મદદનીશના કોન્ટેક્ટ નંબરની જાણકારી ન મળતા લોકો નંબર માંગી રહ્યા હતા. જેમાં એક યુઝરે કટાક્ષ કરતા લખ્યુ હતુ કે, એ જ તો તમારે શોધવાનો છે !!

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.