ચાઈનીઝ એપ જેવા કે ટિક ટોકનો લોકો વિકલ્પ શોધી રહ્યાં છે ત્યારે પ્લે સ્ટોરમાં ચિંગારી એપ લોકોને પસંદ આવી રહ્યું છે. બેંગલુરુંના સ્ટાર્ટઅપ દ્વારા આ એપને બનાવવામાં આવ્યું છે. આ એપમાં ટિક ટોક કરતાં વધારે ફિચર્સ છે અને તેના લીધે 1 લાખથી વધારે ડાઉનલોડ પણ થઈ ગયા છે. Chingari APPએ સોશિયલ મીડિયા એપ છે અને તેને બેંગલુરુના પ્રોગ્રામરે તૈયાર કર્યું છે. આ એપમાં ફક્ત વીડિયો જ નથી બનાવી શકાતો પણ તમે મિત્રોની સાથે ચેટ પણ કરી શકો છો. તમે કન્ટેન્ટને શેર કરી શકો છો. આ એપમાંથી વીડિયોને સીધા જ વોટસએપ સ્ટેટસ તરીકે પણ શેર કરી શકાય છે. આ સિવાય જે પણ ટ્રેન્ડિંગ ન્યૂઝ, મનોરંજન, ફની વીડિયો, ગીત, સ્ટેટસ વીડિયો, શાયર અને મીમ્સ પણ આ એપમાં છે. આ એપનો ભારતમાં વ્યાપક રીતે ઉપયોગ કરી શકાય તે માટે તેને અલગ અલગ 8 ભારતીય ભાષામાં લોંચ કરવામાં આવ્યું છે. જેમાં હિંદી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, પંજાબી, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે. જે લોકો કન્ટેન્ટ ક્રિએટ કરે છે અને તેમના વીડિયો વાઈરલ થાય છે તેમને વ્યુ આધારે પોઈન્ટ પણ મળે છે. આ પોઈન્ટને બાદમાં પૈસામાં કન્વર્ટ પણ કરી શકાય છે. ગૂગલ પ્લે સ્ટોરમાં Chingari App એક લાખથી વધારે લોકોએ ડાઉનલોડ કર્યું છે.