કોરોના વાયરસની બીજી લહેરે અનેક લોકો પાસેથી તેમના પરિજનો છીનવી લીધા છે. આ પરિસ્થિતિમાં એવા પણ પરિવારો સામેલ છે જેને મુખ્ય કમાવનાર સભ્યો પણ ગુમાવ્યા છે. ત્યારે એવા પરિવારો માટે મધ્યપ્રદેશની સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના સીએમ શિવરાજસિંહ ચૌહાણ સરકારે કોરોનાવાયરસ મહામારીને કારણે જેમને તેમના માતાપિતા અથવા વાલીઓને ગુમાવનારા બાળકો માટે દર મહિને 5000 રૂપિયા પેન્શન આપવાની ઘોષણા કરી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે આવા બાળકો માટે મફત શિક્ષણ અને તે પરિવારો માટે મફત રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જો આવા પરિવારો નોકરી કરવા માંગતા હોય તો તેમને સરકારી ગેરંટી પર લોનની સુવિધા પણ આપવામાં આવશે.આ સીવાય પાત્રતા નહી હોય તો પણ એવા પરિવારોના મફતમાં રાશન આપવાની જાહેરાત પણ કરાઈ છે.