#PegasusGate : વિપક્ષી નેતાઓ, પત્રકારોની જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં ગુનો દાખલ

શેર કરવા અહીં ક્લિક કરો.

દેશમાં ચાલી રહેલો પેગાસસ સ્પાયવેરનો મુદ્દો હવે મોટુ સ્વરૂપ લઇ રહ્યો છે. આ મામલે પેગાસસ દ્વારા ભારતમાં વિપક્ષી નેતાઓ અને પત્રકારોની કથિત જાસૂસી અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે.

અરજદાર વકીલ મનોહર લાલ શર્માએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી તપાસની માંગ કરી છે. જાસૂસી કેસ સંદર્ભે સંસદથી લઈને મીડિયા સુધી હંગામો થયો છે. વિપક્ષ આ મામલે સરકારને ઘેરી લેવાની તૈયારી કરી રહી છે. ઇઝરાઇલી કંપની એનએસઓનાં પેગાસસ સોફ્ટવેરથી ભારતમાં 300 થી વધુ હસ્તીઓનાં ફોન હેક કરવાનો મામલો સતત જાેર પકડતો જાય છે. મોનસૂન સત્ર શરૂ થવાની સાથે જ આ મામલો બહાર આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે લોકોનાં ફોન ટેપ કરાયા હતા તેમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને પ્રહલાદસિંહ પટેલ, પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સહિતનાં ઘણા પત્રકારોનો સમાવેશ થાય છે.

Supreme Court
Supreme Court

આ જાસૂસી મામલે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપનાં મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને પ્રહલાદસિંહ પટેલ, પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સામેલ છે. જેમના ફોન નંબર્સ ઇઝરાઇલી સ્પાયવેર દ્વારા હેકિંગ માટે સૂચિબદ્ધ થયા હતા. આ સાથે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નાં સાંસદ અભિષેક બેનર્જી અને ભારતનાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર એપ્રિલ 2019 માં જાતીય સતામણીનો આરોપ લગાવનાર સુપ્રીમ કોર્ટનાં કર્મચારી અને તેમના સંબંધીઓથી સંબંધિત 11 ફોન કોલ્સ હેકરોનાં નિશાના પર હતા. વળી, ચૂંટણી પર નજર રાખતી સંસ્થા, એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) નાં સ્થાપક જગદીપ છોકર અને ટોચનાં વાયરલોજિસ્ટ ગગનદીપ કાંગ સામેલ છે. આ ઉપરાંત, રાજસ્થાનનાં મુખ્યમંત્રી રહેતા વસુંધરા રાજે સિંધિયાનાં અંગત સચિવ અને સંજય કાચરુનું નામ પણ સામેલ હતુ, જે 2014 થી 2019 દરમ્યાન કેન્દ્રિય મંત્રીનાં રૂપમાં સ્મૃતિ ઈરાનીનાં પ્રથમ કાર્યકાળ દરમ્યાન અધિકારી હતા. વિશ્વ હિન્દુ પરિષદનાં નેતા પ્રવિણ તોગડિયાનો ફોન નંબર પણ સામેલ હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.