ગરવીતાકાત,સાબરકાંઠા: મદદનીશ ખેતી નિયામક (વિ) પેટા વિભાગ ઈડર ધ્વારા ભાદરવી પુનમે અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં જીલ્લા ખેતીવાડી શાખાના જીલ્લા ખેતીવાડી અધિકાર વી.કે પટેલ, મદદનીશ ખેતી નિયામક (વિ) પી.જે.પટેલ મદદનીશ ખેતી નિયામક (અ.પે.વી) એસ.ડી.વણકર, ખેતી અધિકારી ડી.જી.પટેલ ધ્વારા સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ખેતીવાડી શાખાના એસ.જે પટેલ, એ.જે.પટેલ, એન.કે પ્રજાપતિ, પી.બી, આર.કે ગઢવી , યુ.એન પટેલ,એ.આર ચૌધરી અને વાસુ પટેલ ધ્વારા સેવા આપવામાં આવી હતી. સાથે સાથે ખેતીવાડીને લગતી અનેક યોજનાઓ ના બેનર પણ લગાવવામાં આવ્યા હતાં બહુજ મોટા પ્રમાણમા યાત્રિકોએ સેવા કેમ્પનો લાભ લીધો હતો.

તસ્વીર અહેવાલ ઇન્દ્ર પટેલ સાબરકાંઠા