ગરવી તાકાત મહેસાણા : કડી પોલીસ સ્ટેશનમાં પીઆઈ એ.એન. સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ગણેશ મહોત્સવની 10 દિવસ સુધી ઉજવણી થશે આ દિવસે વિવિધ પંડાલો અને ભક્તોના ઘરે ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.

તે જ દિવસે 5 સપ્ટેમ્બરે ઈદે મિલાદનો તહેવાર પણ બેઠકમાં બંને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા પીઆઈ સોલંકીએ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે માર્ગદર્શન આપ્યું તેમણે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને સ્વયંસેવકોની નિમણૂક કરવા સૂચના આપી.

પોલીસે લોકોને અફવાઓ અને ખોટા મેસેજથી સાવધ રહેવા જણાવ્યું કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો તરત જ પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી. આ રીતે બંને સમાજના તહેવારોની સુંદર અને શાંતિપૂર્ણ ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.


