Jignesh Mewani's agitation for MNREGA payment

વડગામમાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને પગાર ન ચૂકવાતા શ્રમિકોનો કલેક્ટર કચેરીમાં જોરદાર વિરોધ

છેલ્લા બે મહિનાનો પગાર ન મળ્યાનો આક્ષેપ, જિલ્લામાં 7 કરોડથી વધુ રકમ ચૂકવવાની બાકી

વડગામ તાલુકાના મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોએ આજે જિલ્લા કલેકટર કચેરીમાં પોતાનો પગાર ન ચુકવતા આવેદનપત્ર આપવા આવ્યા હતા. જ્યાં આક્ષેપો કર્યા કે અમારા ખાતામાં છેલ્લા એ મહિનાથી પગાર ન ચૂકવતા ગુરૂવારે કલેક્ટર કચેરી આવી હમારી માંગે પુરી કરોના નારા સાથે જિલ્લાની કચેરી ગજવી હતી.

તસ્વીર – જયંતી મેતીયા
બનાસકાંઠાના વડગામ તાલુકાના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોનો બે માસ થી સરકાર દ્વારા પગાર ન ચૂકવતા ગુરુવારે હમારી માંગે પુરી કરો ૨ મહિના મનરેગામાં મજુરી કરી પણ હજુ પગાર ચૂકવાયો નથી. રૂપાણી સાહેબ તમારો અને મારો પગાર નિયમત થાય તો મનરેગાના મજૂરોનો કેમ નહિ ? ના બેનરો સાથે 200 થી વધુ મહિલાઓ ધરણા પર બેઠી હતી. જ્યાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર સામે આકરા પ્રહાર કરી આક્ષેપ કર્યા હતા કે, વડગામ તાલુકામાં મનરેગા હેઠળ કામ કરના શ્રમિકોને બે મહિનાથી એક કરોડથી વધુ રકમનું વેતન ચૂકવવામાં આવ્યુ નથી તેમજ જિલ્લા તમામ તાલુકાઓમાં સાત કરોડથી વધુ રકમ મનરેગા કામમાં મજૂરી કરનાર શ્રમિકોની ચૂકવવાની બાકી છે. તંત્રની બેદરકારીને લીધે જે પણ શ્રમિકને હાલાકી પડી રહી છે તે બદલ ખાસ કિસ્સામાં સૌને વળતર ચૂકવવામાં આવે તમામ મેટ, ગ્રામ રોજગાર સેવક ની માફક કાયમી નોકરી આપી નવી રોજગારી ઊભી કરે તેમજ મનરેગાના અમલીકરણ માટે કામે જનારા અને મહેનત કરનારા ગ્રામ રોજગાર સેવકોનો પગારનો વધારો કરવામાં આવે. તેમજ કુટુંબદીઠ રોજગાર દર વર્ષે 200 દિવસ સુધી વધારી 300 દિવસનું મહેનતાણું આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.  જો સરકાર આ માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદત ની હડતાલ ઉપર ઉતરવાની મનરેગા મજુર તેમજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી છે.
 
મનરેગામાં કામ કરતી વડગામના વાસુ ગામની મહિલાઓ, 28 જુલાઈ 2021
તમને જણાવી દઈયે કે, જ્યારે પ્રથમ લોકડાઉનની પરિસ્થિતીમાં કરોડો લોકો શહેર તરફથી પોતાના ગામ તરફ ખસેડાયા હતા ત્યારે તેમની સામે રોજગારીનો પ્રશ્ન અકબંદ હતો. આવી પરિસ્થિતીમાં સક્રીય ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તેમની ટીમને સાથે રાખી અનેક લોકોને મનરેગાથી જોડ્યા હતા. જેમાં અનેક લોકોને જોબકાર્ડ પણ બનાવી આપ્યા હતા. ત્યારે અહિના ધારાસભ્યનુ કામ લોકોને ઉડીને આંખે વળગે તેવુ રહ્યુ હતુ. પરંતુ આ મહેનતકશ વર્કરોનુ 7 કરોડ જેટલુ પેમેન્ટ રોકી દેવામાં આવતાં મજબુર બનેલા લોકોએ આજે પાલનપુરની કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસવા મજબુર થયા હતા. 
 
વડગામના ચાંગા ગામમાં મનરેગા હેઠળ કામ કરતા વર્કરો, 19 મે 2021

કોરોનાની કપરી પરિસ્થિતીમાં સાધન સંપન્ન લોકો પણ જ્યારે 1 -1 રૂપીયા માટે વખલા મારી રહ્યા છે ત્યારે મનરેગાના મજુરોને તેમની કાળી મજુરીના પૈસા નહી આપવામં આવતાં ક્યાંક ને ક્યાંક રાજકીય કીન્નાખોરીનો શીકાર આ ગરીબ લોકો બની રહ્યા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. આ બાબતે આદોલન કરી રહેલા વર્કરોની સાથે જીગ્નેશ મેવાણીએ સરકાર ઉપર નિર્દયી હોવાનો આરોપ મુક્યો હતો.  જેમા તેમને સીધો નરેન્દ્ર મોદી ઉપર પણ પ્રહારો કર્યા હતા. આ સીવાય તેમને એમ પણ કહ્ય હતુ કે, માત્ર પાલનપુર જ નહી પરંતુ આખા ગુજરાતમાં જ્યાં પણ ખોટી રીતે મનરેગાના વર્કરોનુ પેમેન્ટ રોકી દેવામાં આવ્યુ હશે તેમના વતી તેઓ અવાજ ઉઠાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી વેવમાં વડગામના ધારાસભ્યે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની મોહિમ ઉપાડી હતી. જેને કારણે જીજ્ઞેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ બનાવે તે પહેલા ભાજપના તાલુકાના નેતાઓ દ્વારા તાત્કાલિક સામાન્ય સભા બોલાવી પક્ષ વિપક્ષના તાલુકા સદસ્યોને વિશ્ર્વાસમાં લઈ તમામ તાલુકા સદસ્યો ની 2021-22 ની વિકાસની ગ્રાન્ટમાંથી ફાળવણી કરવામાં આવી હતી જેની સત્તાવાર રીતે  મે મહિનાના અંતે મંજૂરી મળી હતી. જેથી આ મામલે વડગામ મતવિસ્તારમાં ચર્ચા થઈ હતી કે જીગ્નેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ બનાવે તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ગડમથલ કરી તાત્કાલિક ધોરણે ઓક્સિજન પ્લાન્ટ મંજુર કરવાની કામગીરી હાથ ધરી હતી અને ખોટો જસ ખાટવા માટે વડગામ ખાતે ટોળા પણ ભેગા કર્યા હતા. 

Contribute Your Support by Sharing this News: