અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

થરાદની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ફાર્માસીસ્ટના તોછડાઈભર્યા વર્તનથી દર્દીઓ પરેશાન

October 19, 2020
   
વર્ષોથી થરાદની સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા કર્મચારી ટિકુ ઉર્ફે હનીફભાઇના તોછડાઇભર્યા વર્તન અંગે દર્દીઓમાં કચવાટની લાગણી અવારનવાર જોવા મળે છે. જો કે તેની સામે કોઇ પગલાં ભરવામાં નહી આવતાં હોવાના કારણે તે બેફામ બનવા પામ્યો હોવાનું પણ ચર્ચાસ્પદ છે. જેની વચ્ચે શુક્રવારે રેફરલ હોસ્પીટલમાં સંબંધીને ડિલીવરી માટે આવેલા એક શિક્ષિત યુવકને તેનો કડવો અનુભવ થવા પામ્યો હતો.

આ પણ વાંચો – પાલનપુર ધનિયાણા ચોકડી પાસેથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ 

આ કર્મીની કારની આગળ રેફરલમાં ડિલીવરી વાળી બહેનને ચીજવસ્તુ આપવા આવેલા યુવકે તેની આગળ પોતાની કાર પાર્ક કરી હતી. બીજી બાજુ આ કર્મીને પોતાના ઘરે જવાની ઉતાવળ હતી. જો કે કાર પાર્ક કરનાર યુવક પોતાની કાર હટાવવામાં પાંચેક મિનીટ લેટ પડ્યો હતો. બસ આટલી વાતને લઇને તે કર્મી ઉશ્કેરાઇ ગયો હતો.અને હોસ્પીટલમાં જ મોટા અવાજે બિભીત્સ કહી શકાય (કાનના કિડા ખરી પડે) તેવા અપશબ્દો બોલવા લાગ્યો હતો.આથી પરિસરમાં બેઠેલી મહિલાઓ પણ ભારે ક્ષોભજનક સ્થિતીમાં મુકાવા પામી હતી. જો કે હોસ્પીટલ જેવી જાહેર જગ્યાએ શિસ્તને એક બાજુ મુકીને આ પ્રકારના તેના તોછડાઇભર્યા વર્તનને લઇને  (અપશબ્દો બોલતાં) દર્દીઓમાં રોષની લાગણી ભભુકી ઉઠી હતી. આ કર્મચારી અનેક દર્દીઓને અને તેમના સગા જોડે આ પ્રકારે વર્તન કરી ચુક્યો છે તેવું પણ જાણવા મળ્યું હતું. અગાઉ પણ હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલા એક વ્યક્તિ સાથે અભદ્ર વર્તન કરી અને પોલીસ સ્ટેશનમાં ખોટી પણ ફરિયાદ લખાવી હતી તેવું પણ ચર્ચાસ્પદ બન્યું હતું.
એક વ્યક્તિએ તો નામ ન આપવાની શરતે ત્યાં સુધી જણાવ્યું હતું કે આ કર્મચારી રેફરલ હોસ્પિટલને તેની જાગીર સમજી બેઠો હોય તેમ કોઇને પણ ગાંઠતો નથી. તેના વર્તન અંગે અનેક વખત રજુઆતો થવા છતાં પણ જવાબદાર અધિકારીઓ પણ તેનાથી ડરતા હોય અથવા તો કોઇ નેતાની રાજકીય છત્રછાયાના કારણે તે આટલો બેફામ બન્યો હોય તેમ તેના સામે કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. જો કે રાજ્યની સંવેદનશીલ સરકાર સમગ્ર રેફરલ હોસ્પિટલને બદનામ કરતા આ કર્મચારીની વર્તણુંક સુધરાવીને તેને શિસ્તના પાઠ ભણાવશે કે પછી દર્દીઓ અને તેમના સગાઓએ તેની ગાળો સાંભળવાની આદત પાડવી પડશે તે અંગે પણ સવાલો ઉભા થવા પામ્યા છે.
રેફરલ હોસ્પિટલ થરાદ ના ડોકટરો કોરોનાની મહામારીમાં સરહદી વિસ્તારના ગરીબોની ખડેપગે સારવાર આપી રહ્યા છે ત્યારે આવા એકાદ કમૅચારીના કારણે પુરી હોસ્પિટલને બદનામી થતી હોય છે. આવા કમૅચારીની સામે આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠવા પામી હતી.
 
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
11:29 am, Jan 15, 2025
temperature icon 24°C
broken clouds
Humidity 34 %
Pressure 1018 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 9 mph
Clouds Clouds: 65%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:14 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0