પોલીસે ચાર શકમંદની અટકાયત કરી પુછપરછ હાથ ધરી

પાટણ : પાટણ તાલુકાના બોરસણ ગામમાં રાત્રે 28 વર્ષીય યુવકને અજાણ્યા લોકોએ છરીના ઘા મારી અર્ધમૃત હાલતમાં ખાડામાં ફેંકી દીધો હતો. ગામના ખાડામાં ફેંકાયેલા યુવાનની કણસતો સાંભળીને ગામલોકોએ પરિવારને જાણ કરી હતી.

સારવાર મળે તે પહેલા જ મોત: બોરસણના પ્રકાશભાઇ વિરમભાઇ સેનમાને અજાણ્યા લોકોએ ખૂની હુમલો કર્યો હતો. બાદમાં તેને ગામ પાસે જ રસ્તામાં નાંખી દીધો હતો. ત્યાંથી પસાર થતાં ગામલોકોએ તેના પરિવારને જાણ કરી હતી. ગંભીર હાલતમાં તેને સારવારાર્થે ખસેડાયો હતો. પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.

પોલીસે ચાર શકમંદની અટકાયત કરી: પરિવારેના સભ્યોના નિવેદનને આધારે પોલીસ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. પાટણ તાલુકા પોલીસે 4 શકમંદ લોકોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે.