ગરવી તાકાત

પાટણ શહેરની નાગરીક સહકારી બેંક પાસે પ્રધાનમંત્રી આત્મનિર્ભર યોજનાનો લાભ લેવા માટે  અત્યાર સુધીમાં  500 ની આસપાસ અરજીઓ આવી છે જૈ પૈકી અત્યાર સુધીમાં 2 કરોડ રૂપીયાની લોન આ બેંક દ્વારા આપવામાં આવી છે. જે અંગે જાણકારી આપતા પાટણ નાગરીક સહકારી બેંકના ચેરમેન સુરેશભાઇ સી. પટેલે જણાવ્યું કે અમે 5 લાખ કે તેથી વધુ રકમની લોનની અરજી કરનારાઓ પૈકી 150 જેટલા અરજદારોને દોઢ કરોડની અને અન્યોને 50 લાખની મળી કુલ 2 કરોડની લોન મંજૂર કરી છે અથવા કરવાના છીએ  અને બાકીની અરજીઓ ત્યારે વિચારાધિન છે.

આ પણ વાંચો – દિવાળીમાં ફટાક઼ડા વેચવાની પરવાનગી આપવા દિયોદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની મંજુરી મળી

વધુમાં બેન્કના ચેરમેન સુરેશભાઈ સી. પટેલે જણાવ્યુ હતુ કે નાના ધંધાર્થી કે લારી ગલ્લાવાળાને   રૂ. 10 થી 50 હજારની લોન કે જેઓની પાસે શ્રમ યોગીનું કાર્ડ હોય તેઓને તથા વેપારી વર્ગના ધંધાર્થીઓને એક લાખથી  અઢી લાખની લોન  અમારા દ્વારા આપવામાં આવે છે.

Contribute Your Support by Sharing this News: