પાટણ નગરપાલિકાની રોડ-રસ્તા અને ચોમાસા સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બેઠક યોજાઈ…

July 4, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકાની સાપ્તાહિક સંકલન બેઠકમાં શહેરના રોડ-રસ્તા અને ચોમાસા સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ બેઠકમાં ગ્રાન્ટની ફાળવણીના મુદ્દે પ્રમુખ અને કેટલાક સદસ્યો વચ્ચે મતભેદો સર્જાયા. નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે ચોમાસા દરમિયાન દરેક વોર્ડના સભ્યોએ પોતાના વિસ્તારમાં ફરી વરસાદી સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.

જીયુડીસી અને વીજ કંપની દ્વારા ચાલી રહેલા કરોડોના વિકાસ કામોને કારણે પડનારા ખાડા-ભૂવાની સમસ્યા અંગે પણ ચર્ચા કરાઈ. નગરસેવકોએ પોતાના વિસ્તારમાં પડેલા ભૂવાની જાણકારી નગરપાલિકાને આપવાની રહેશે. વરસાદી પાણીથી નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં થતી તકલીફોની માહિતી એકત્રિત કરવામાં આવશે.

શહેરમાં જંતુનાશક દવાના છંટકાવ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું. બેઠકમાં કારોબારી ચેરમેન મુકેશ પટેલ, મહેશ પટેલ, મનોજ એન. પટેલ, રાજેન્દ્ર હિરવાણીયા, બિપીન પરમાર, અનિલાબેન મોદી, સીટી મેનેજર મૌલિન પટેલ અને આસમાન પાલ ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0