ચોરીના એન્ડ્રોઇડ મોબાઇલના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી પાટણ એલ.સી.બી ટીમ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત પાટણ : પાટણ પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથલીયા,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓએ પાટણ જીલ્લામાં તેમજ આજુબાજુના જીલ્લાઓમાં થતા મીલ્કત સબંધી ચોરીના બનતા બનાવો અટકાવવા તથા શોધી કાઢવા કરેલ સુચના અન્વયે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એ.બી.ભટ્ટ તથા વી.આર.ચૌધરી પોલીસ સબ ઇન્સપેકટર એસ.ઓ.જી તથા એલ.સી.બી ટીમ દ્વારા પાટણ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન મળેલ હકિકત આધારે સરસ્વતી કોર્ટ પાસેથી ડાભી (બાવરી) રાહુલભાઇ લખ્ખનભાઇ રહે.પાલનપુર તારાનગર, માનસરોવર ફાટક પાસે તા.પાલનપુર જી.બનાસકાંઠા તથા ઠાકોર મહેન્દ્રસિંહ અભુજી રહે અજુજા તા.સરસ્વતી જી.પાટણ વાળા પાસેથી ચોરીના વિવો કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ ૧૦ તથા સેમસંગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ–૦૪ તથા ઓપો કંપની ના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૩ તથા રીયલમી કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૩ મળી કુલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૨૦ કુલ કિંમત રૂ.૧,૩૨,૦૦૦/-ના મુદામાલ કબ્જે કરેલ અને પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.