ગરવીતાકાત,પાટણ: મે.પોલીસ અધિક્ષક પાટણ શ્રી શોભા ભુતડા સાહેબે પાટણ જીલ્લામાં બનતાં મોટર સાયકલ ચોરી ના બનાવો અટકાવવા સારૂ કરેલ સુચના આધારે પો.સબ.ઇન્સ. શ્રી વાય.કે.ઝાલા સાહેબ એલ.સી.બી.પાટણ તથા એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી તથા એ.એસ.આઇ ભરતસિંહ પ્રભાતજી તથા અ.હે.કો. કિર્તીસિંહ અનુજી તથા અ.હેડ કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા અ.પો.કોન્સ. જીતેન્દ્રકુમાર ગોવીંદભાઇ તથા અ.પો.કો. રોહીતકુમાર લક્ષ્મણભાઇ વિગેરે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં મિલકત સબંધી ગુનાઓ લગત પેટ્રોલીંગમાં નીકળેલ હતા.

દરમ્યાન અ.પો.કોન્સ. જીતેન્દ્રકુમાર ગોવીંદભાઇ નાઓને મળેલ બાતમી આધારે ઠાકોર વિપુલજી રમેશજી રહે.ખિમાણા તા.જી.પાટણ જી.બનાસકાંઠા વાળાઓ ને એક ચોરી ના એચ.એફ.ડીલક્ષમોટર સાયકલ સાથે પકડી પાડી પુછપરછ કરતાં પોતે ૬(છ) મોટર સાયકલો ની ચોરી કરેલા ની કબુલાત કરેલ જેની વિગત નીચે મુજબની છે.

(૧) એચ.એફ.ડીલક્ષ મો.સા. નંબર -જી.જે.૦૨.બી.જી.૭૪૩૧નું આશરે દશેક દિવસ પહેલા પાટણ બકુલ પાર્ટી પ્લોટ પાસેથી ચોરી કરેલ જે બાબતે તપાસ કરતાં ટણ સીટી બી ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.રનંબર-૭૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી.થયેલ હોય સદર મોટર સાયકલ કી.રૂ.૧૫,૦૦૦/- નું ગણી કબજે કરેલ છે

(૨) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનુ મોટર સાયકલ નંબર જી.જે.૧૧.એ.જે.૭૬૬૫ નું આશરે બે મહિના પહેલાં થરા-ટોટાણા રોડ ઉપરથી ચોરી કરેલ જે મોટર સાયકલ કી.રૂ.૧૫,૦૦૦/- નું ગણી કબજે કરેલ છે

(૩)  હીરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ લાલ કલરનુ મોટર સાયકલ નંબર- GJ-24-AD-6549  નું જે ઠાકોર ટીપુજી રહે.શિહોરીવાળાએ ચોરી કરેલ તેને મદદગારી કરેલ જે મો.સા. કિં.રૂ.૨૦,૦૦૦/- નું ગણી ક્બજે કરેલ છે.

(૪) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો કાળા કલરનુ મોટર સાયકલ નંબર- GJ-24-Q-6456  નું આશરે દોઢેક મહિના પહેલા થરા-ટોટાણા રોડ ઉપરથી ચોરી કરેલ જે બાઇક કિ.રૂ.૨૦,૦૦૦/- નુ ગણી કબ્જે કરેલ છે

(૫) હીરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ લાલ કલરનુ મોટર સાયકલ નંબર- GJ-08-AR-9736  નું આશરે એક મહિના પહેલા થરા મુકામેથી ચોરી કરેલ જે બાઇક કિ.રૂ.૨૦,૦૦૦/- નુ ગણી કબ્જે કરેલ છે.

(૬) હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનુ મોટર સાયકલ નંબર- GJ-08-AN-8650  નું જે ઠાકોર ટીપુજી રહે.શિહોરીવાળાએ ચોરી કરેલ તેને મદદગારી કરેલ જે મોટરસાયકલ કિ.રૂ.૧૦,૦૦૦/- નુ ગણી કબ્જે કરેલ છે.

આમ ચોરી ના કુલ ૦૬(છ) મોટર સાયકલ કુલ કિં.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરવામાં પાટણ એલ.સી.બી. ને સફળતા મળેલ છે.

Contribute Your Support by Sharing this News: