ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મુસાફરો કરી રહ્યા છે મોતની સવારી

October 21, 2024

જીલ્લામાં પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપી ખાનગી સટલિયાઓ બેફામ કે પછી હપ્તા વસૂલી

ગરવી તાકાત, સાબરકાંઠા તા. 21 – ચિરાગ મેઘા – દિવાળી તહેવાર જેમ નજીક આવી રહ્યો છે તેને લઈ શ્રમિકો તેમજ પ્રજાજનો તહેવારની ઉજવણી માટે પોતાના માદરે વતન તરફ પરત ફરી રહ્યા છે. ત્યારે તહેવાર ટાણે સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર ખાનગી સટલિયાઓ બેફામ રીતે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપી મુસાફરોને મોતની સવારી કરાવતા નજરે પડી રહ્યા છે.

ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇડર, ઈડર ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા પોશીના, તેમજ ભિલોડા તરફના માર્ગો ઉપર દિવસ રાત દોડતા ખાનગી સટલિયાના ચાલકો થોડાંક વઘુ પૈસા કમાણી કરવાની લાયમાં મુસાફરોને ગાડીના બોનેટ તેમજ ગાડીની છત ઉપર જીવના જોખમે મુસાફરોને મુસાફરી કરાવી રહ્યા છે. સામાન્ય રીતે પોલીસ તંત્ર તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલનને હાઇવે રોડ પર અનેક સ્થળે ચુસ્તપણે કામગીરી કરવામાં આવતી હોય છે.

જોકે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપી રહેલ સટલિયા ચાલકો સામે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસ તંત્ર સામે વિવિઘ પ્રશ્નો ઉદભવી રહ્યા છે. ત્યારે કાયદાનું ભાન કરાવનાર તંત્ર કુંભકરણની નિંદ્રામાં સૂતું હોય તે પ્રમાણે તહેવાર ટાણે મુસાફરો મોતની સવારી કરવા મજબૂર બન્યા છે. જોકે સુરક્ષા અને સલામતીની વાતો કરતી પોલીસ તંત્ર પણ ખાનગી સટલીયાઓ સામે કાર્યવાહી ક્યારે કરશે તે જોવું રહ્યું જો કે હાલના સમય મુસાફરો મોતની સવારી કરી પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે…

સુરક્ષા અને સલામતીની વાતો કરતું પોલીસ તંત્ર તેમજ ટ્રાફિક પોલીસતંત્ર ચૂપ કેમ?
સાબરકાંઠા જિલ્લામાં ખાનગી સટલીયા ઓમા મોતની મુસાફરી કરતા મુસાફરો ના વિડીયો અવારનવાર સામે આવતા હોય છે જોકે સ્થાનિક તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી સટલિયા ચાલકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવતો નથી જેણે લઇ થોડાક પૈસા વધુ કમાવાની લાયમાં સટલિયા વાહન ચાલકો મુસાફરોને મોતની સવારી કરાવી મુસાફરોના જીવ જોખમમાં મુકતા નજરે પડતા હોય છે. ત્યારે સુરક્ષા અને સલામતીની વાતો કરતું પોલીસ તંત્ર તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા આવા શટલિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ મહત્વનું બની રહે છે જોકે આવનાર સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું….
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:53 pm, Oct 22, 2024
temperature icon 29°C
clear sky
Humidity 47 %
Pressure 1012 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 5 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:40 am
Sunset Sunset: 6:08 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0