પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: ખેડબ્રમ્હા થી ભુજા જતી બસ વસી ફાટક નજીક માં આવતા બસ ડ્રાઈવરે ઓચિંતી બ્રેક મારતા બસ માં બેઠેલા વડાલીના મુસાફર સહીત મુસાફરો ઈજાગ્રસ્ત થતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. ડ્રાઈવર વિરુદ્ધ ઈજાગ્રસ્ત મુસાફરે સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

સાબરકાંઠા જીલ્લા ના વડાલી સ્થિત ના રહીશ રાહુલભાઈ ઈશ્વરભાઈ ઠાકોર (ખાંટ)ની પોલીસ ફરિયાદ માં જણાવ્યા મુજબ તેઓ ખેડબ્રમ્હા થી ભુજ જતી બસ માં જતા હતા તે દરમ્યાન બસ મહેસાણાના વસઈ બીટમાં આવેલ ફાટક નજીક રાત્રીના સમયે પહોંચતા બસ ડ્રાઈવરે ઓચિંતી બ્રેક મારતા ઈજાઓ પહોચી હતી તેમજ બીજા અન્ય મુસાફરોને નાની મોટી ઈજા ઓ પહોચી હતી.૨૮મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ રાત્રે ૯:૩૦ વાગે ઘટના માં થયેલ અકસ્માત ના મામલે રાહુલભાઈએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવત નાસી ગયેલ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરી હતી.