પરેશ ધાનાણીનુ ટ્વીટ વોર, પરંતુ અન્ય કોન્ગ્રેસી દુર કેમ ?

શેર કરવા અહીં ક્લિક કરો.

7રા્જ્યની આઠ શીટો ઉપર ચાલી રહેલા પેટાચુંટણીના પ્રચારને કારણે રાજ્યના પોલીટીશીયન  સોશીયલ મીડીયામાં કેમ્પૈન પુર જોર થી ચલાવ્યા લાગ્યા છે. એવામાં પરેશ ધાનાણી દ્વારા કોન્ગ્રેસ છોડી ભાજપમાં ચાલ્યા ગયેલા ધારાસભ્યોને નિસાન બનાવી એક બાદ એક ટ્વીટ કરી રહ્યા છે. જેમાં તે પક્ષના ગદ્દાર ધારાસભ્યો જે લોકોએ પક્ષને રાજ્યસભાની ચુંટણી જેવા અંતિમ સમયે પક્ષને છોડી ભાજપમાં જતા રહેલ તેમને ગદ્દારનો ટેગ આપી અટેક કરી રહ્યા છે. જેમાં તેમની મુખ્ય ટેગ લાઈન છે ગદ્દાર જયચંદોને જવાબ આપો 

આજે તેમના લગભગ 1 વાગ્યાની આસપાસના ટ્વીટમાં લખ્યુ હતુ કે “ગાંડો” હશે તોય હાલશે., પણ “ગદ્દાર” તો નહીં જ.! તેમના આ ટ્વીટ સાથે એક કાર્ટુન પણ પોસ્ટ કરેલુ છે જેમાં બે ખુર્શીઓ છે(ખુર્શી એ હોદ્દાનુ,સત્તાનુ પ્રતિક છે),બે સામાન્ય નાગરીક ઉભા છે.જે વાત કરી રહ્યા છે પેટાચુંટણી અંગે. આ કાર્ટુનમાં બે ખુર્શીઓ પૈકી એક ખુર્શી ઉપર ગાંડો માણસ બેઠેલો જોવા મળી રહ્યો છે. અને બીજી ખુર્શી ખાલી છે પરંતુ એ ખાલી પડેલી ખુર્શીમાં પાછળથી કોઈએ ખંજર ઘુસાડ્યુ છે જે દર્શાવે છે કે કેવી રીતે ગદ્દાર ધારાસભ્યો પક્ષને અણીના સમયે પક્ષને દગો કરી વિરોધી દળમાં જોડાઈ જાય છે. જેથી કાર્ટુનમાં બે સામાન્ય લોકો ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે કે “ગાંડો” હશે તોય હાલશે., પણ “ગદ્દાર” તો નહીં જ.! 

પેટા ચુંટણીમાં દરમ્યાન શરૂ કરેલા સોશીયલ મીડીયા કેમ્પૈનમાં ધાનાણી !#ગદ્દાર_જયચંદોને_જવાબ_આપો હેશ ટેગ ઉપર અનેક ટ્વીટ કરી ચુક્યા છે, જેમાં “‘ગદ્દારો વિરુદ્ધ, ગુજરાતની લડાઈ”‘ “પાણા” હશે તોય હાલશે પણ, “ગદ્દાર માણસ” તો નહીં જ..!

કોન્ગ્રેસના અન્ય નેતાઓ હેશટેગથી દુર કેમ? 

વિરોધ પક્ષના નેતા દ્વારા શરૂ કરેલા આ કેમ્પૈનમાં એક આંકચો લગાડે એવી બાબત એ રહી છે કે આ હેશ ટેગ ઉપર  પરેશ ધાનાણી સીવાય અન્ય કોઈ મોટા નેતાએ  હેશ ટેગના સમર્થનમાં એક પણ ટ્વીટ કર્યુ નથી. જે દર્શાવે છે કોન્ગ્રેસના નેતાઓ પેટા ચુંટણીને લઈ કેટલા સીરીયસ હશે. કેમ કે જો આ પ્રકારનુ કેમ્પૈન તેમના વિરોધી પાર્ટી ભાજપ દ્વારા શરૂ કરાયૂ હોત તો તેમના એક પણ નેતા આ હેસટેગના સમર્થનમાં ટ્વીટ કર્યા વગર ના રહ્યો હોત(ભલે એ પોતાની મરજીથી નહી પરંતુ કોઈના આદેશથી કરતા હોય). જે એક પ્રકારની વૈચારીક એકજુટતા અથવા અનુશાષન દર્શાવે છે.  જો આ પ્રકારના હેશટેગ ઉપર ટ્વીટ્સ સીઆર.પાટીલ અથવા વિજય રૂપાણીથી આવ્યા હોત તો આખુ ગુજરાત ભાજપ અને આઈ.ટીસેલે કેટલા જી.બી. ડેટા તેમને સમર્થન કરવા માટે યુઝ કરી દીધા હોત? જે આપણે લોકો મે ભી ચૌકીદારના કેમ્પૈનમાં જોઈ ચુક્યા છીયે. કેવી રીતે ભાજપે નાણામંત્રી,વિદેશમંત્રી,મુખ્યમંત્રીથી લઈ છેક વોર્ડના કાર્યકર્તાને પણ ચોકીદાર બનાવી દિધા હતા. કોન્ગ્રેસના અમીત ચાવડા,અર્જુન મોઢવાડીયા,હાર્દીક પટેલ જેેવા અનેક નેતાઓના એકાઉન્ટ્સ ઉપર આ અંગે એક પણ ટ્વીટ દેખાયુ નથી. આ સામાન્ય લાગતી બાબતમાં એવુ લાગી રહ્યુ છે કે કોન્ગ્રેસના નેતાઓ પાર્ટીમાં રહી પોત પોતાની આગવી લડાઈઓ લડી રહ્યા છે ! જે સામાન્ય નથી. 

આ અગાઉ તેઓએ 17 ઓક્ટોમ્બરના રોજ બેક ટુ બેક 12 ટ્વીટ કરી કોન્ગ્રેસ પક્ષના પક્ષપલટુ ધારાસભ્યો ઉપર અટેક કર્યા હતા જેમાં તેમને લખ્યુ હતુ કે.
 • “સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” વફાદારો બધા ફરે છે ‘વાંઝીયા’ અને ગદ્દારોને ધેર જ ‘પારણુ’ કેમ બંધાણુ.?
 • “સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” બેરોજગાર યુવાનોને નથી જડતી “છોકરી”, તમે શું કામે કરી પાટલી બદલવાની નોકરી.?
 • “સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” ધરે ધરે હતી “મોંધવારી”ની મોકાણ, છતાય કેમ થોપ્યો ચુંટણીનો ભાર..? [આ ટ્વીટમાં ઘરે ઘરે ની જગ્યાએ તેમનાથી ધરે ધરે લખાઈ ગયુ છે જે માફેબલ{માફ કરવા લાયક}]
 • સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” અમારી ઉપર “આર્થિક મંદી”નો માર તમે કંઈ રીતે થયા છો ‘માલામાલ’..?
 • સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” “કાળાધન”નાં કોથળે, કોણ કોણ તોલાણું.?
 • “સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” અમે “‘નેતા'” સમજીને ચુંટ્યા પછી, તમે “ભવાઈ”નું પાત્ર કેમ ભજવ્યુ.?
 • “સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” અમારા ‘મત’રૂપી દાનનું તમે ‘વેંચાણ’ શું કામે કર્યુ..?
 • સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” અમારા સામૂહિક વિશ્વાસનું “વેંચાણ” કોણે અને શું કામે કર્યુ..?
 • “સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” રૂ.૧૬-૧૬ કરોડમાં કોણ કોણ વેચાયુ.?
 • “સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” “લોકશાહી” ની “ખુમારી” ને, પીઠમાં “ખંજર” કોણે માર્યુ.?
 • “સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” “કોરોના”ની કઠણાઈ વચ્ચે “તોડોના”થી ઠોકેલી ચુંટણી માટે જવાબદાર કોણ..?
 • “સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ” “મફત”માં મળેલા મતની “હરરાજી” કોણે કરી..?

આમ પરેશ ધાનાણી શરૂ કરેલા કેમ્પૈનમાં પક્ષપલટુઓ ઉપર અનેક હુમલા કરી તેમને સવાલોના દાયરામાં લાવી દીધા હતા અને ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે આવા તકસાધુઓને ગુજરાતની જનતાએ ચુંટણીમાં જવાબ આપવો જોઈયે. જેનુ મીડીયા અને સૌશીયલ મીડીયામાં સમર્થન થઈ રહ્યુ છે અને વિરોધ પણ.

 

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.