photo credit - facebook

આજે ગાંધી જયંતી નિમિતે સરકાર સ્વચ્છ ભારત દિન તરીકે ઉજવી રહી છે, જેમાં કોરોના વાઈરસના કારણે સામાજીક દુરી રાખવાની હોઈ સરકાર ઈ – કાર્યક્રમ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે સામે પક્ષે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સરકારના 30 સપ્ટેમ્બરના 25 ટકા ફી માફીના નિર્ણયને લઈ એકલા જ પ્રતીક ઉપવાસ ઉપર બેઠ્યા હતા. જેમાં તેઓની માંગ હતી કે “શીક્ષણ નહી તો ફી નહી”  નો મુદ્દો ઉઠાવી રહ્યા હતા ત્યારે રાજ્યની પોલીસે એમની સાથે બળ વાપરી, જોર જબરદસ્તી કરી એમને ધધેડીને ઉઠાવી લઈ ગયા હતા. પરેશ ધાનાણી સાથે પોલીસ જોર જબરદસ્તી કરી રહી હતી ત્યારે એમનો શર્ટ પાછળથી ફાટી ગયો હતો. 

પોલીસ પાસે કોઈ જાહેરનામુ ન હોવા છતા પણ કાર્યવાહી 

photo credit – facebook

વિરોધ પક્ષના નેતા જ્યારે પ્રતીક ઉપવાસ ઉપર બેઠ્યા એની બીજી મીનીટે જ પોલીસ આવી પહોંચી હતી અને  તેમને ધાનાણીને ઉભા થઈ જવાનુ કહ્યુ હતુ ત્યારે પરેશ ધાનાણીએ પોલીસને સમજાવતા કહ્યુ હતુ કે હુ ગુજરાતના 1.5 કરોડ વિધાર્થીના પક્ષમાં તેમની ફી માફ થાય એ માટે બેઠ્યો છુ જેમાં તમારા બાળકો પણ આવી જાય છે તો મને બેસવા દો, કેમકે અહિ ના તો ભીડ છે, ના માઈક છે, ના ભાષણો થઈ રહ્યા છે. પરેશ ધાનાણીની આટલી પોલાઈટ રજુઆત છતા પણ પોલીસ એમની સાથે બળનો ઉપયોગ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ

photo credit – facebook

પોલીસના બળ ઉપયોગના કારણે પરેશ ધાનાણીએ તેમને જબરદસ્તી કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓએ પોલીસને પુછ્યુ હતુ કે તમારી પાસે કોઈ જાહેરનામુ છે કે અહિ નથી બેસવાનુ, જો જાહેરનામુ ના હોય અને તમે મારી સાથે જબરદસ્તી કરશો તો હુ તમારી વિરૂધ્ધ ફરિયાદ નોધાવીશ, ત્યારે વિડીયોમાં સંભળાઈ રહ્યુ હતુ કે પોલીસ વાળા કહી રહ્યા હતા કે ફરિયાદ કરી દેજો.

પોલીસે કોઈ પણ જાહેરનામુ બતાવ્યા વગર જ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને બળપુર્વક બે પીલીસ વાળા અને બીજા કોઈ અન્ય શખ્સે ધધેડીને પોલીસની ગાડીમાં બેસાડી અટકાયત કરી લીધી હતી. આ દરમ્યાન પરેશ ધાનાણીએ પોલીસને પુછ્યુ હતુ કે મને આવી રીતે લઈ જવાનુ કારણ તો કહો ત્યારે પોલીસે કોઈ પણ કારણ કે નોટીસ બતાવ્યા વગર જ એમને પોલીસ વેનમાં બેસા઼ડી દીધા હતા. ત્યારે ધાનાણીએ સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યુ હતુ કે ગુજરાતને અંગ્રેજો કરતા પણ બત્તર કરી દીધુ છે. 

પોલીસની આ કાર્યવાહી ના કારણે સોશીયલ મીડીયામાં પોલીસની વિરૂધ્ધ આક્રોસ જોવા મળ્યો હતો. જેમાં પોલીસ સહીત સરકાર ઉપર પણ આરોપ લાગી રહ્યા હતા કે, આ સરકાર કેટલી કમજોર છે કે કોઈના ઉપવાસ કરવાથી પણ ડરી જાય છે.

આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!

એવી માન્યતા છે કે મહાત્મા ગાંધીજી સરકારો અને દેશોના દાયરાઓની બહાર છે.  ગાંધીજીએ અગ્રોંજોની સામે વિરોધ પ્રગટ કરવા માટે સત્યાગ્રહને એમનો મુખ્ય હથીયાર બનાવ્યુ હતુ. ગાંધી ના મતે અંગ્રોજોનો અમાનવીય વ્યવહાર અને નીતીની વિરૂધ્ધ લડાઈ લડવી હશે તો આપણે એમની સામે સત્યાગ્રહનુ હથિયાર જ અપનાવવુ પડશે, હિંસક વિરોધથી અંગ્રેજોની વિશાળ સેનાના કારણે આપણે ક્યારેય જીત નહી મેળવી શકીયે.  આઝાદીના તુંરત બાદ ગાંધીજીના સમર્થકોની સરકાર રહી હોવાથી ભારતની તાસીર ગાંધીવાદી બની જવા પામેલી, ગાંધીવાદી એટલે કે અહિંસા,સર્વધર્મ સમભાવ અને ભાઈચારો. આ મુલ્યો એટલા માનવીય છે માટે જ ગાંધીને એકદમ જાહેરમાં નકારી કાઢવાની હિમંત કોઈ પણ રાજનીતીક પાર્ટીમાં નથી, ગાંધીજીની ઈન્ટરનેશનલ બ્રાન્ડ વેલ્યુ એટલી વધારે છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ મહાત્માં ગાંધીને ટેકઓવર કરવા માટે સ્વચ્છ ભારત અભિયાનના દરેક પોસ્ટરમાં પી.એમ. ની સાથે ગાંધીના ચસ્માનો પણ પ્રચાર કરતી હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સાથે ગાંધીજીને લઈ કોન્ટ્રાડીક્શન જોવા મળે છે, એ લોકો ચસ્માનો ઉપયોગ કરવા તો માંગે છે પરંતુ એમના વિચારોને ક્રીયાન્વિંત કરવામાં હજુ સુધી સફળ નથી થયા.

credit – twitter

ડીસેન્ટ અને ડાયલોગ ડેમોક્રેસીના હીસ્સા

ગાંધી જંયતી નિમિતે સરકાર અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો તો યોજી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ભુલી ગઈ હોય એવુ લાગે છે તેઓ જે ગાંધીજીને યાદ કરે છે એ ગાંધીજી ભારતની મજબુત ડેમોક્રેસીના પક્ષધર હતા. ડેમોક્રેસીના હિસ્સા છે, ડીસેન્ટ અને ડાયલોગ. હમણા એલ.આર.ડી. અને બેરોજગાર યુવાનોના આંદોલન સમયે પણ સરકારનુ વલણ આંદોલનકારીઓ વિરૂધ્ધ આવુ જ રહ્યુ હતુ. જેમાં આંદોલનકારીઓની અટકાયતો કરી તેમની પાસેથી દબાણપુર્વક બાંહેધરી લખાવી હતી કે અમે કોઈ વિરોધ પ્રદર્શનમાં ભાગ નહી લઈયે, અને આ બાંહેધરીની નીચેની લાઈન ચોકાવનારી હતી જેમાં આંદોલનકારી ગાંધીનગરમાં પણ નહી આવે એવુ લખાણ લેવામાં આવ્યુ હતુ. અસહમતી પંસદ નથી અને અસહમતો સાથે સંવાદ પણ પસંદ નથી તો ડેમોક્રેસી કેવી રીતે ચાલશે ?

Contribute Your Support by Sharing this News: