ગુજરાત કોન્ગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તેમજ ગુજરાત વિધાનસભામાં નેતા પ્રતીપક્ષ પરેશ ધાનાણી ગત પેટાચુંટણીમાં થયેલી પાર્ટીની હારની નૈતીક જવાબદારી સ્વીકારી રાજીનામુ હાથ ધર્યુ છે. તેમના આ રાજીનામાંથી રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યુ છે.સ્થાનિક સ્વરાજની ચુટંણી નજીક આવી રહી છે. એવામાં આ બન્ને નેતાઓનુ તેમના પદ ઉપરથી રાજીનામુ ધરવુ એ પાર્ટી માટે ચીંતાનો વિષય બની શકે છે.
રાજકારણમાં પોતાના પદ ઉપરથી હારની અથવા મંત્રાલયમાં દુર્ઘટના કે ભ્રષ્ટાચારના આરોપસર જવાબદારી સ્વીકારી રાજીનામુ આપવાની પંરપરા અત્યારે લગભગ ખત્મ થઈ રહી છે. એવામાં મુખ્ય વિપક્ષી પાર્ટીના શીર્ષસ્થ નેતાઓના રાજીનામાંથી રાજકારણની ગલીઓમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનીક સ્વરાજની ચુંટણી થવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખી કોન્ગ્રેસનુ શીર્ષ નેત્વુત્વ તેમના આ રાજીનામા સ્વીકાર કરેશે કે કેમ, એ આવનારો સમય જ બતાવશે.
ગત પેટા ચુંટણીમાં કોન્ગ્રેસનો આઠે આઠ શીટો ઉપર પરાજય થતા તેની નૈતીક જવાબદારી સ્વીકારી આ રાજીનામુ આપવાનો નિર્ણય બન્નેએ લીધો છે.
સુત્રો મુજબ પરેશ ધાનાણી તથા અમીત ચાવડાએ રીઝલ્ટના તુરંત બાદ આ નિર્ણય લીધો હતો પરંતુ રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનુ અવસાન થતા આ નિર્ણય મોકુફ રખાયો હતો. જ્યાર બાદ તેમને હવે ફરીથી પાર્ટી સમક્ષ તેમનુ રાજુનામુ ધર્યુ છે.