— નગર પાલિકા તંત્રની ચૂપકીદી : ટૂંક સમયમાં પુરાવા સાથે કરવામાં આવશે ખુલાસો :
ગરવી તાકાત ધાનેરા : ધાનેરા નગર પાલિકા વિસ્તારમાં પરવાનગી વગર ધમધમતા બાંધકામો સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. આવા બાંધકામો સામે કાર્યવાહીમાં ઢીલી નિતિને પગલે સામાન્ય લારી ગલ્લાના દબાણો દુર કરતી પાલિકાની ટીમ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર બિનઅધિકૃત બિલ્ડિંગ યુઝ પરમિશન અને મંજૂરી વગર ધમધમતા બાંધકામો સામે જાણે નગર પાલિકા તંત્ર પાંગળી સાબિત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. શહેરમાં દુકાનો કોમ્પ્લેક્ષો તેમજ રેસિડેન્સી સહિતના બાંધકામો વગર પરમિશને ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવામાં આવ્યા છે
પરંતુ આવા બાંધકામો સામે કાર્યવાહી કરવામાં નગરપાલિકા તંત્ર ના સત્તાધીશોની ઢીલી નીતિ અપનાવી રહ્યા છે. ગરવી તાકાત દ્વારા આવા બાંધકામો ને ખુલ્લા પાડવા અને તેમની સામે કાર્યવાહી કરવા માટે ટૂંક સમયમાં પુરાવા સાથે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવશે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર