પાલાવાસણા થી રામપુરા ચોકડી હાઈવે નુ નવિનકરણ કર્યાને ફક્ત એક જ મહીનો નથી થયો ને ફરી એક વાર રોડમા ખાડા પડી ગયા છે અને રોડ ઉપર વાહનો ડાન્સ કરવા લાગ્યા તો શુ આ બાબતે નીતીન પટેલ કોઈ એક્શન લેશે ખરા કે પછી પોતાના મત વિસ્તારમાં દર વર્ષે નવા રોડ બનાવે છે અને તુટી જાય છે તો શુ જનાતાના પૈસા શુ કોન્ટ્રાક્ટર માટે છે ? તો કોન્ટ્રાક્ટર ના ત્રણ વર્ષ રોડ ચાલશે તેના એગ્રીમેન્ટનુ શુ? નીતીન પટેલ તમારી પાસે જનતા જવાબ માંગે છે.

આ વર્ષે પુરતો વરસાદ પડ્યો નથી છતા પણ પાલાવાસણા થી રામપુરા જોડતા આ રોડમાં ખાડાઓ પડી ગયા છે. જેથી સ્થાનીકો અને રોજ અપડાઉન કરનારા રાહદારીઓ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા હલ્કી કક્ષાનુ મટીરીયલ વપરાયુ છે, જેથી રોડ તુટી જવા પામેલ છે. સ્થાનીક લોકોનુ માનવુ છે કે સામાન્ય વરસાદમાં પણ રોડ જો તુટી જાય તો કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ તપાસ કરાવી ગુનેગારો વિરૂધ્ધ યોગ્ય પગલા ભરવા જોઈયે.

વારંવાર એક જ રોડ ને બનાવવા અને રીપૈર કરવામાં જનતાના ટેક્સના પૈસાનુ પાણી થઈ રહ્યુ છે તેને અટકાવવા સરકારે આવા કોન્ટ્રાક્ટરને તુંરત હટાવી દેવા જોઈયે તેવી પણ સામાન્ય લોકોમાં માંગ ઉંઠી છે. કેમ કે આ સમષ્યા લગભગ દર વર્ષે જોવા મળે છે.

રોડમાં ખાડાઓ પડવાના કારણે એક્સીડેન્ટ થવાની સંભાવનાઓ વધી ગઈ છે,  તથા રોડમાં ખાડા પડી ગયા હોવાથી પાલાવાસણા થી રામપુરા સુધી પહોંચવા માટે જ્યાં 10 થી 15 મીનીટ નો સમય લાગતો હતો તે વધી ને 30 મીનીટ જેટલો જઈ ગયો છે કારણ કે ખાડાઓના કારણે વાહનના ડ્રાઈવરને ખાડાઓથી બચવા માટે વારંવાર બ્રેક લગાવવી પડતી હોય છે.

 

Contribute Your Support by Sharing this News: