પાલનપુર : શિક્ષિકાએ RTIની વિગતો માંગતા હુમલાનો પ્રયાસ, જાનમાલના રક્ષણની કરી માંગ !

શેર કરવા અહીં ક્લિક કરો.
  • પાલનપુર નજીક રામપુરા ખાતેની સ્કૂલમાં થયેલો વિવાદ પહોંચ્યો પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન

  • શિક્ષિકાએ આરટીઆઈની વિગતો માંગતા તેમની પર હુમલાનો પ્રયાસ કરાયો હોવાની રાવ

 
પાલનપુર તાલુકાનાં રામપુરા સ્કૂલમાં મહિલાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રંજનબેનને આરટીઆઈની વિગતો માંગતા પોતાના જાનમાલને નુકશાન કરવાનો વારો આવી ગયો છે, ત્યારે શિક્ષિકાએ ભયભીત થઈ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 
પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન

પાલનપુરના રામપુરા સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકાએ પોતાના સહકર્મી શિક્ષિકાને તાબે ન થતા તેઓને યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની અને આ શિક્ષિકાએ આરટીઆઈની વિગતો માંગી ત્યારે, તેમના પતિ સાથે તેમને જોરાવર પેલેસ આગળ આંતરી અને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવથી ભયભીત થયેલી શિક્ષિકાએ પોલીસ ફરિયાદ કરી પોતાનાં રક્ષણની માંગણી કરી છે. સાથે સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ આ બાબતે ગંભીરતાથી ધ્યાનમાં લઈ પોતાને ન્યાય મળે તે માટે મીડિયા સમક્ષ પણ રજુઆત કરી હતી. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.