ધોરણ ૧૦ના પરિણામમાં પાલનપુર રાજ્યકક્ષાએ ગૌરવાન્વિત

શેર કરવા અહીં ક્લિક કરો.

— પાલનપુરની શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરની વિદ્યાર્થીની રાજ્યમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ :

ગરવી તાકાત પાલનપુર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા સોમવારે ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરની વિદ્યાર્થીની કેસર શાહએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. વિદ્યામંદિર શાળામાં બાલમંદિરથી અભ્યાસ કરતી
કેસર શાહએ ૬૦૦માંથી ૫૯૨ ગુણ મેળવી ૯૯.૯૯ પી.આર. અને ૯૮.૬૭ ટકા ગુણ પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર અને પાલનપુરનું ગૌરવ રાજ્યકક્ષાએ વધાર્યું છે. આ સાથે શાળાના ૬૮ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ, ૧૩૭ વિદ્યાર્થીઓએ ૮૫ ટકાથી વધુ અને ૨૧૦ વિદ્યાર્થીઓએ ૮૦ ટકા થી વધુ ગુણ મેળવી સમગ્ર બનાસકાંઠામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
તસવિર : લીલા રાણા – પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.