ગરવીતાકાત,બનાસકાંઠા: પાલનપુરમાં હિન્દૂ સમાજ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમમાં અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈના પોતાના પુત્રો દ્વારા તરછોડાયેલા વડીલો વસવાટ કરે છે.પાલનપુર આર.ટી.ઓ સર્કલ પાસે આવેલ વૃદ્ધાશ્રમના 60 વડીલોને આજ રોજ સદભાવના ગ્રુપના યુવાનો દ્વારા જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી શ્રાવણ માસમાં પાલનપુર નજીક આવેલા 5 શિવલિંગના દર્શને લઇ જવામાં આવ્યા હતા. આજે જયારે યુવાનોએ વેસ્ટર્ન ક્લચરના આંધળા અનુકરણ પાછળ દોટ મૂકી છે અને મોટાભાગનું યુવાધન મોજશોખ અને પૈસા પાછળ ભાગી રહ્યું છે. ત્યારે પાલનપુર ના સેવાભાવી એવા યુવાનોના એક ગ્રુપે દાખલો બેસાડ્યો છે. (આનંદ જયસ્વાલ, બનાસકાંઠા)પાલનપુરમાં હિન્દૂ સમાજ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમમાં અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈના પોતાના પુત્રો દ્વારા તરછોડાયેલા વડીલો વસવાટ કરે છે. મોટા ભાગે અહીં વસતા દરેક વડીલોના દીકરાઓ ઘરે સુખી સંપન્ન છે. પરંતુ પોતાના મા-બાપને સાચવી શકે એવા હૃદય એમની જોડે નથી.ત્યારે આજ રોજ સેવાભાવી સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનો દ્વારા પાલનપુરથી હર-ગંગેસવર, બાજોઠીયા, બાલારામ, કેદારનાથ ,જેસોર અને વિસવેશ્વર ના દર્શે જઈ વૃદ્ધાશ્રમમાં પરત ફર્યા હતા.યુવાનોએ વડીલોને તેમનું મનપસંદ ભોજન પણ સાથે બેસી જમાંડયું હતું.વડીલોએ પોતાના દીકરાની જેમ જેવા કરવા બદલ અને સપ્રેમ એક દિવસની જાત્રા કરાવવા બદલ સદભાવના ગ્રપના સૌ યુવાનોને આશીર્વાદ આપ્યા હતા.