ગરવીતાકાત પાલનપુરઃપાલનપુર પાયોનીયર ડેરી પાસે આવેલ એક ગૌ શાળામાં ગાંજાના છોડ ઉગાડવામાં આવતા હોવાની સાથે શહેરના યુવાધનને નશાના ખપ્પરમાં હોમાતા હોવાની પોલીસતંત્રને બાતમી મળતા પાલનપુર એસ. ઓ. જી. પી.આઈ ડાભી અને તેમની ટીમે બાતમીના આધારે રેડ કરી ૬૨ કિલો ગાંજાનો જથ્થો અને ગૌશાળામાં ઉગાડેલા છોડ કબજે કર્યા હતા. એસ. ઓ. જી પોલીસે રૂ. ૩.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ પ્રસરી ગયો છે.ગાય માતાના નામે ચાલતી ગૌશાળામાં ગાંજાના છોડ અને મોટીમાત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાતા ગૌશાળામાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાની સાથે ગૌશાળામાં રહેલી ગાયો ગાંજાનું સેવન કરે તો ગાયોની હાલત શું થાય..? જેવા અનેક પ્રશ્નો પાલનપુર શહેરમાં ઉઠ્યા છે અને ગૌશાળાની આડમાં ચાલતા ગાંજાના કાળા વેપાર સાથે સંકળાયેલા લોકો સામે પોલીસતંત્ર ન્યાયિક તપાસ કરી કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર કાયદાકીય શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે. પાલનપુર આર.ટી.ઓ સર્કલથી ધનિયાણા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર આવેલી પાયોનીયર ડેરી પાસે એક મંદિરની ગૌ શાળા આવેલી છે. જેમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા ઓચિંતી રેડ કરી હતી અને ૬૨ કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂ.૩.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી કોના દ્વારા આ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: