પાલનપુર નગરપાલિકાએ બાકી કર મામલે 3 દુકાનોને સિલ કરી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત પાલનપુર :  પાલનપુર નગરપાલિકા દ્રારા વિવિધ વેપાર ધંધાનો બાકી વ્યવસાય વેરાની વસુલાત કરવા જેમાં બાકી કર મામલે શહેરના ૮૫ જેટલા વેપારીઓને નોટીસો અપાઈ. અને ધણીયાણા ચાર રસ્તા વિસ્તારમાં કર ન ભરનાર વેપારીઓની 3 દુકાનો સિલ કરી સ્થળ પર ૫૪ હજાર ઉપરાંતની વસુલાત કરવામાં આવી.

પાલનપુર પાલિકાની વ્યવસાય વેરા શાખા દ્રારા વેપારીઓના બાકી લહેણાની વસુલાત કરવા વેરા વસુલાત ઝૂબેશ હાથ ધરવામાં આવી  જેમાં વ્યવસાય વેરા અધિકારી કમલેશ ત્રિવેદી અને તેમની ટીમે બાકી કર મામલે ૮૫ જેટલા વેપારીને પાલિકાનું બાકી લહેણુ ભરપાઈ કરી જવા નોટીસો ફટકારવામાં આવી છે.

અને બાકી કર મામલે ધણીયાના ચાર રસ્તા વિસ્તારની જુદીજુદી 3 દુકાનોને સિલ કરી સ્થળ પર બાકી કર રૃ.૫૪.૮૪૨ ની વસુલાત કરવામાં આવતા વ્યવસાય વેરાની વસુલાત માટે પાલિકાની દુકાનો સિલ કરવાની કડક કાર્યવાહીને લઈ શહેરના અન્ય બાકીદાર વેપારી ઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.