કોરોના કાળમાં પાલનપુર નગરપાલીકાએ કરવેરા પેટે 9 કરોડ વસુલી ઈતીહાસ સર્જ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત,પાલનપુર

પાલનપુર નગરપાલિકાને રૂ.9 કરોડની વિક્રમજનક આવક

પાલિકાએ દંડકીય વ્યાજ પેટે રૂ.42 લાખ વસુલ્યા: આત્મ નિર્ભર યોજના તળે રૂ.39 લાખનું વળતર ચુકવ્યું

કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે લોકડાઉન થી અનલોક વચ્ચે લોકોના ધંધા રોજગારને વ્યાપક નુકસાન થયું છે. દેશભરમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં કોરોનાના કહેર વચ્ચે પણ તેજી જોવા મળી છે. પાલનપુર નગર પાલિકાએ છેલ્લા 4 માસમાં બાકી કરવેરાઓ પેટે રૂ.9.02 કરોડની વિક્રમજનક આવક મેળવી ઇતિહાસ સર્જ્યો છે. 
કોરોનાના કહેરને પગલે લોકડાઉન અને અનલોક વચ્ચે લોકોની આર્થિક સંકડામણ વધી છે. કોરોનાને પગલે ધંધા રોજગારમાં પણ મંદીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે તેનાથી વિપરીત ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં તેજી નો તોખાર જોવા મળ્યો છે. પાલનપુર નગર પાલિકાએ કરવેરા પેટે માત્ર ચાર માસના સમય ગાળા દરમિયાન રૂ.9,02,86, 976 ની આવક મેળવી વિક્રમ સર્જ્યો છે.

આ પણ વાંચો – સુઈગામના મોરવાડા ચાર રસ્તા નજીક ઈંગ્લીશ દારૂ ભરેલ સ્વીફ્ટ ગાડી પલટી, સાથે એક પીસ્ટલ અને કારતુસ પણ મળી આવ્યા

પાલનપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન દશરથસિંહ સોલંકીએ રખેવાળ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં પાલિકાના કર્મચારીઓની અપાર જહેમત થકી પાલનપુર નગરપાલિકાએ રૂ.9.02 કરોડની વિક્રમજનક આવક મેળવી ઇતિહાસ સર્જ્યો છે. તેઓએ પાલિકાને થયેલી રેકોર્ડબ્રેક આવક બદલ કર્મચારીઓના યોગદાનને બિરદાવ્યું હતું. 
પાલનપુર નગરપાલિકાએ તા. 19-5- 2020 થી તા.14-9-2020 દરમિયાન રૂ.9.02 કરોડની આવક મેળવી છે. જેમાં સમયસર વેરો ન ભરનારા બાકીદારો પાસેથી રૂ.42.65 લાખનું દંડકીય વ્યાજ વસુલ કર્યું છે. જયારે આત્મનિર્ભર યોજના તળે પાલિકા દ્વારા રૂ.39,77,704 નું વળતર પણ ચુકવ્યું હોવાનું કારોબારી ચેરમેન દશરથસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો – પાલનપુર નગરપાલીકા દ્વારા ગેરકાયદેસર રીતે ઉઘરાવેલ વિવિધ ફી નુ 1.25 કરોડ જેટલુ રીફન્ડ આપવા બાબતે રજુઆત કરાઈ

આ ઉપરાંત કારોબારી ચેરમેન દશરથસિંહ સોલંકીએ બાકીદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, બાકી વેરો સત્વરે ભરી નગરપાલિકાના વિકાસમાં સહયોગ આપે. વધુમાં તેઓએ, બાકી કરવેરા પેટે દૈનિક 10% વ્યાજ વસુલવાનું શરૂ કરાયું હોઈ સત્વરે બાકી વેરો ભરપાઈ કરી બાકીદારોને દંડકીય વ્યાજથી બચવા અનુરોધ કર્યો હતો.

નામાંકિત સંસ્થાઓના વેરા બાકી

એકબાજુ કોરોનાના કહેર વચ્ચે આર્થિક સાંકડામણ અનુભવી રહેલા કરદાતાઓએ વેરો ભરપાઈ કરી પાલિકાની તિજોરી છલકાવી દીધી છે. ત્યારે બીજીબાજુ શહેરની નામાંકિત સંસ્થાઓ પૈકી વિદ્યામંદિર શૈક્ષણિક સંસ્થા પાસેથી રૂ.74.27 લાખ અને જી.ડી.મોદી વિદ્યાસંકુલ પાસેથી રૂ.43.35 લાખની માતબર રકમનો વેરો વસુલવાનો બાકી છે. આ અંગે બન્ને સંસ્થાઓ સત્વરે બાકી વેરો ભરપાઈ કરે તે અંગેની તજવીજ હાથ ધરાઈ હોવાનું કારોબારી ચેરમેન દશરથસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

ક્યાં ટેક્ષ પેટે કેટલી આવક

પાલિકાને કરાવેરા પેટે મળેલી રૂ.9.02 કરોડની આવક પૈકી પાલિકાએ જનરલ ટેક્ષ પેટે રૂ.6.21 કરોડ, શિક્ષણ ઉપકર પેટે રૂ.65.34 લાખ, પાણી વેરા પેટે રૂ. 94.79 લાખ, સફાઈ વેરા પેટે રૂ. 72.47 લાખ, જાહેર દિવાબત્તી વેરા પેટે રૂ.55.21 લાખની આવક થઇ છે. જયારે નિયમિત વેરો ભરપાઈ ન કરનાર બાકીદારો પાસેથી પાલિકાએ રૂ.42.65 લાખનું દંડકીય વ્યાજ વસુલ કર્યું છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.