બેન્કની લાઈનોમાં જ સોસીયલ ડિસ્ટન્સ ના નીયમનુ ઉલ્લંઘન થતુ હોવા છતા બેન્ક કર્મચારીઓ કઈ પણ બોલી રહ્યા નથી.

સમગ્ર દેશમાં કોરોના મહામારીથી 22 લાખથી પણ વધુ કેસ નોંધાઈ ગયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસના સંક્રમણમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેથી વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે.ત્યારે જાહેરનામા મુજબ ફરજિયાત માસ્ક પહેરવું અને સોસિયલ ડિસ્ટર્બન્સનો અમલ કરવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર શહેરમાં આવેલ નામાંકિત બેન્ક એસ. બી.આઇ બેન્ક આગળ ખુલ્લે આમ સરકારના જાહેરનામાનો ભંગ કરી બેન્ક ના સત્તાધીશો નિયમોને ઘોળીને પી ગયા હોય તેવું નજરે જોવાઈ રહ્યું છે.
જ્યારે આરોગ્ય વિભાગ કોરોના વાયરસથી બચવા અનેક તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મોં ઉપર માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત કામ વગર બહાર નહિ નીકળવા જણાવવામાં આવ્યું છે. તેમ છતાં ઘણા લોકો આ આદેશોનું પાલન કરતા નથી. એક તરફ તંત્ર કોરોનાને કાબૂ કરવા માટે મથી રહ્યું છે ત્યારે લોકો ધીમે ધીમે હવે તેની ગંભીરતાને અવગણતા થયા છે. લોકોમાં ગાઈડ લાઈનના પાલન બાબતે જાગૃતિ ઓછી જોવા મળી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો પાલનપુરના જુના માર્કેટ યાર્ડ ની સામે આવેલી એસ.બી.આઇ બેન્કના દરવાજામાં  લોકોના  ટોળેટોળા જોવા મળ્યા હતા. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ બેન્કના અધિકારીઓ સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે.
Contribute Your Support by Sharing this News: