પાલનપુર ખાતે આમ આદમી પાર્ટીની સાધારણ સભા યોજાઈ
બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર શહેર ખાતે આજે આમ આદમી પાર્ટીની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમને વિવિધ પદ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારની ગાઇડ લાઇનના અનુસંધાનમાં સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમજીભાઈ ચૌધરી ની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટી એક લોકોને વાચા આપતી પાર્ટી છે આ પાર્ટી દ્વારા દિલ્હીમાં લોકોને પૂરતા પ્રમાણમાં પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય અને ભાજપ શાસિતનુ સરકારમાં થતા મોટા મોટા ભષ્ટાચાર નાબૂદ કરી શકાય અને લોકોને પૂરતા પ્રમાણમાં મોગવારીનો સામનો ન કરવો પડે તેવા તમામ પ્રયાસો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા લોકોને પૂરતા પ્રમાણમાં પ્રાથમિક જરુરિયાત સંતોષે છે. ખાસ કરીને લોકોની પ્રાથમિક જરૂરિયાત તરીકે શિક્ષણ હાલમાં આમ આદમી ની સરકાર માં ફ્રી માં આપી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
આ પણ વાંચો : – અમદાવાદ: આમ આદમી પાર્ટીનો રાજ્યમાં વધતો વ્યાપ, ઉપાધ્યક્ષની હાજરીમાં 150 વકીલો જોડાયા
વિશ્વમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કામગીરીની ચર્ચા વિશ્વમાં કરવામાં આવે છે. જ્યારે ભાજપ શાસિત સરકારમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચારે માઝા મુકી અને લોકો સાથે ઉઘાડી લૂંટ પણ કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાથી લોકોને મોટા પ્રમાણમાં ફાયદો થયો છે અને લોકો આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના કામના વખાણ કરી રહ્યા છે. જે ગુજરાતમાં પણ થતા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર નાબુદ કરી લોકોને સાચી દિશાનું માર્ગદર્શન આપી પૂરતા પ્રમાણમાં સ્વતંત્રતા અને સરકારની તમામ યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય અને લોકોની પ્રાથમિક જરૂરિયાતો ઓછા ખર્ચે પ્રાપ્ત થાય તેવા પ્રયાસો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આવનાર ચૂંટણીમાં મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પણ વર્ચસ્વ થાય તેવા માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમજીભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મેલાજી ઠાકોર ની ઉપસ્થિતિમાં પાલનપુર તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ અને નામી અનામી લોકોને સ્થાન આપી તેમને આમ આદમી પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.