અરવલ્લી જીલ્લા ના માલપુર જોડે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા પુત્રી નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું વાહન ચાલકો ટ્રાફિકના નિયમો નું ઉલ્લંઘન કરી માર્ગો પર બેફામ વાહનો હંકારતા અકસ્માતની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કેટલાક અકસ્માતમાં નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બની રહ્યા છે. માલપુર-લુણાવાડા રોડ પર નવા રક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક  બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પિતા-પુત્રી ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજતા માલપુર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી માલપુર તાલુકાના પીપરાણા ગામના મણીભાઈ સાયબાભાઈ તરાર તેમની ૧૧ વર્ષીય પુત્રી કિરણબેન સાથે બાઈક પર કામકાજ અર્થે માલપુર-લુણાવાડા માર્ગ નવા રક્ષેશ્વર મહાદેવ નજીકથી પસાર થઈ રહ્યા હતા. પાછળ થી ગફલતભરી પુરઝડપે હંકારી આવી રહેલા હાઈવા ડમ્પર (ગાડી.નં -GJ 9 AU 9956 ) ના ચાલકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર પિતા-પુત્રી રોડ પર પટકાતા બંનેના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકએ ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને સારવાર અર્થે દવાખાને ખસેડાતા પિતા-પુત્રીનું સારવાર દરમિયાન મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી હતી. અકસ્માતના પગલે દોડી આવેલી માલપુર પોલીસે પિતા-પુત્રીના મૃતદેહને પીએમ માટે માલપુર પોલીસે કીર્તિભાઇ હરિભાઈ તરારની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર આઈવાના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.પીપરાણા ગામમાં તરાર પરિવારના પિતા-પુત્રીનું અકસ્માતમાં મોત નિપજતા માલપુર પંથકમાં ગમગીની છવાઈ હતી.

Contribute Your Support by Sharing this News: