કડી માર્કેટયાર્ડ કમોસમી વરસાદની આગાહીના પગલે બુધ અને ગુરૂ ડાંગરની હરાજી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ અને પવન ફુંકાવાની હવામાન દ્વારા આગાહી આપવામાં આવી છે. અપર સાઇક્લોનિક સીસ્ટમના પગલે રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ અને પવન ફૂંકાશે તેવી હવામાન દ્વારા આગાહી આપવામાં આવી છે.
30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં ફેરફાર ની હવામાન દ્વારા આગાહી આપવામાં આવી છે જેના પગલે કડી માર્કેટયાર્ડ બુધવાર અને ગુરૂવારના દિવસે ડાંગરની હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે કડી તાલુકામાં ડાંગરનો ભાગ વધુ પ્રમાણમાં થતો હોવાથી કડી તાલુકાના ખેડુતો કડી માર્કેટયાર્ડમાં ડાંગરનો પાક લઈને આવતા હોવાથી વરસાદની આગાહીના પગલે કડી માર્કેટયાર્ડ મા ડાંગરના માલનો બગાડ ન થાય તેના ભાગરૂપે કડી માર્કેટયાર્ડ બુધ અને ગુરુવારના દિવસે ડાંગર ની હરાજી તથા તેનું સંપૂર્ણ કામકાજ બંધ રહેશે કડી તેવું માર્કેટયાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલે જણાવ્યું હતું.