પી. ચિદમ્બરમની ફાઈલ તસ્વીર
પી. ચિદમ્બરમની ફાઈલ તસ્વીર

પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન રદ કરવાના ચુકાદાની વિરુદ્ધ દાખલ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ ઉપરાંત પી. ચિદમ્બરમ દ્વારા સીબીઆઈ કસ્ટડીની વિરુદ્ધ દાખલ અરજી ઉપર પર પણ સુનાવણી નહીં થાય, કારણ કે આ મામલો હજુ સુધી લિસ્ટ નથી થઈ શક્યો. જોકે, હજુ ઇડી તરફથી જે એફિડેવિટ દાખલ કરવામાં આવી છે તેની ઉપર પણ સુનાવણી થવાની છે.

ચિદમ્બરમની આગોતરા જામીન અરજી મામલામાં જસ્ટિસ ભાનુમતીએ કહ્યું કે ધરપકડ બાદ આગોતરા જામીનની અરજી બિનઅસરકારક થઈ જાય છે. તેની પર ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેમ છતાંય સુનાવણી થઈ શકે છે. જીવનનો અધિકાર મહત્વપૂર્ણ છે. તેની પર જસ્ટિસ ભાનુમતીએ કહ્યું કે આગોતરા જામીનને અમે નિયમિત જામીનમાં કન્વર્ટ ન કરી શકીએ, રિમાન્ડની વિરુદ્ધ અરજી લિસ્ટ નથી, અમે લિસ્ટિંગ માટે ન કહી શકીએ.

આ દરમિયાન સીબીઆઈ અને ઈડી ચિદમ્બરમની કસ્ટડી વધારવાની તૈયારી કરી રહી છે. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટથી રાહત ન મળતાં ઈડી તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા માંગશે. તેના માટે ઈડીએ સોગંધનામું દાખલ કરી દીધું છે. ઈડીનું કહેવું છે કે પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે પોતાના નિકટના લોકો અને આઈએનએક્સ મીડિયા કેસના કાવતરાખોરો સાથે મળી ભારત અને વિદેશમાં શેલ કંપનીઓનું નેટવર્ક ઊભું કર્યુ.

આ અગાઉ, દિલ્હી હાઈકોર્ટ દ્વારા પી. ચિદમ્બરમને આગોતરા જામીન ન આપવાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આ મામલાને મંગળવારે ઉઠાવ્યો હતો, પરંતુ ત્યારે સુનાવણી ન થઈ અને હવે આ મામલાની સુનાવણી થઈ રહી છે. કપિલ સિબ્બલે કહ્યું કે જો કોર્ટ અમને ત્યારે સાંભળી લેતી તો અમને જામીન મળી જાત.

ચિદમ્બરમની અરજી પર ઈડી પાસે માંગ્યો જવાબ
શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં ચિદમ્બરમને સોમવાર સુધી ધરપકડથી છૂટ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની અરજી પર ઈડી પાસે જવાબ પણ માંગ્યો હતો અને નિર્દેશ આપ્યા હતા કે તેમામ ત્રણ મામલાને સોમવારે તેમની સામે સૂચીબદ્ધ કરવામાં આવે.

ચિદમ્બરમે દલીલ કરી છે કે બંધારણના આર્ટિકલ-21 હેઠળ તેમના મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે કે હાઈકોર્ટના આદેશને પડકારનારી તેમની અરજી પર સુપ્રીમ કોર્ટે 20 અને 21 ઓગસ્ટે સુનાવણી ન કરી તથા તેમની 21 ઓગસ્ટની રાત્રે ધરપકડ કરી લેવામાં આવી.

ઈડીએ મૂક્યા હતા આ આરોપ
ચિદમ્બરમની અનેક અરજીઓ પર દલીલો રજૂ કર્યા બાદ ઈડીએ આરોપ લગાવ્યો હતો કે તેઓએ તે સમયે આઈએનએક્સ મીડિયા સમૂહના પ્રમોટરો પીટર અને ઇન્દ્રાણી મુખર્જી સાથે તેમના દીકરાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું જ્યારે તે એફઆઈપીબીની મંજૂરી માટે તેમને મળ્યા હતા.

ઈડીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તપાસમાં તેમને જાણ્યું કે ચિદમ્બરમની પાસે 11 સ્થાવર સંપત્તિ અને 17 બેંક ખાતા હતા તેથી આ મામલામાં મોટા કાવતરાનો ખુલાસો કરવા માટે તેમની ધરપકડ કરવી જરૂરી છે.

સૉલિસિટર કહ્યુ- આ મની લોન્ડ્રિંગનો મોટો મામલો
ઈડી તરફથી રજૂ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, અરજીકર્તા અને તેમની પાર્ટીના સહયોગીઓએ ઘણો હોબાળો કર્યો અને રાજકીય બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો. પરંતુ હું ઘણી જવાબદારી સાથે કહી રહ્યો છું કે આ મની લોન્ડ્રિંગનો ઘણો મોટો મામલો છે.

ચિદમ્બરમની ભ્રષ્ટાચારના મામલામાં 21 ઓગસ્ટની રાત્રે જોરબાગમાં તેમના ઘરેથી સીબીઆઈએ ધરપકડ કરી હતી. તેમને 22 ઓગસ્ટે નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નીચલી કોર્ટે તેમને 26 ઓગસ્ટ સુધી ચાર દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

Contribute Your Support by Sharing this News: