પી.એમ. મોદી કનોડીયા પરિવારને ત્યાં પહોંચી દુખમાં સહભાગી બન્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

પી.એમ. નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટના બે દિવસના પ્રવાશે આવ્યા છે ત્યારે એરપોર્ટ ઉપરથી સીધા ગાંધીનગર મુકામે પહોંચ્યા હતા. જ્યા તેઓ પહેલા કેશુભાઈ પટેલના પરિવારને મળી સાત્વના આપી હતી. બાદમાં તેઓ નરેશ કનોડીયાના ઘરે જઈ તેમના પરિવારને મળી સાત્વંના આપી હતી. 

આ પણ વાંચો – મીલેનીયમ મેગાસ્ટારનુ 77 વર્ષે અવશાન, ગુજરાતી ફિલ્મી જગતના એક યુગનો અંત

તાજેતરમાં ગુજરાત ફિલ્મના સુપરસ્ટાર નરેશ-મહેશ કનોડીયાનુ મોત થવાથી સમગ્ર રાજ્યના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ અંગે ખુદ પી.એમ. મોદીએ ટ્વીટ કરી નરેશ કનોડીયાને મોટા કલાકાર તરીકે યાદ કરી તેમને શ્રંધ્ધાજંલી આપી હતી. પી.એમ. નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પહેલાથી જ નક્કી હતો. જેમાં આજે તેમને ગુજરાતમાં આવી તેઓ ગાંધીનગર ખાતે રવાના થયા હતા. જેમાં તેઓ કેશુભાઈ પટેલના ઘરે જઈ તેમના પરિવારને મળી તેઓ નરેશ કનોડીયાના ઘર સેક્ટર 8 તરફ રવાના થયા હતા. જ્યા પહોંચી તેઓ નરેશ કનોડીયા અને મહેશ કનોડીયાની તસ્વીરને ફુલ અર્પણ કર્યા હતા. બાદમાં તેઓ તેમના પરિવાર સાથે સંવાદ કરી સાંત્વના આપી તેમના દુખમાં સહભાગી બન્યા હતા.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.