બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા મંગળવારે પાલનપુર તાલુકાના વેડંચા PHC ખાતે પાલનપુર તાલુકાના આકેસણ ,હોડા, કુભલમેર,સરીપડા, ગામના આશાવકૅર બહેનોને કોરોના આરોગ્ય ચકાસણી કીટ પલ્સ ઓકસોમીટર, થર્મલગન, બીપીમોનીટર, 100 માસ્ક,અને સેનેટાઇઝર આપવામાં આવ્યું હતું.
આપ્રસંગે જીલ્લા આરોગ્ય અધિકારી એસ.એમ.દેવ,જિલ્લા અધિક અધિકારી જીગ્નેશ હરિયાણી,વેડચા PHC મેડિકલ ઓફિસર, PHC સ્ટાફ, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન ના પ્રમુખ દલપતભાઈ ભાટિયા અને સંગઠન ની ટીમના કાયૅકર અને તાલુકા સંગઠન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.