પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન અને મધ્ય પ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાસદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. પૂર્વ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમ જ રાજ્યના વિવિધ ભાગોમાં ૬ ઑગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે.સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર નિર્માણ થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ થશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. તેમ જ ૧૫ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે.

Contribute Your Support by Sharing this News: