પાટણ શહેર અને જિલ્લામાં લોકડાઉન-૪ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે અન્ય કેટલાક વેપાર-ધંધા સોશિયલ ડિસ્ટ્સન્સને ધ્યાનમાં રાખીને શરૂ કરવા સવારે આઠથી સાંજના ચાર સુધી મંજૂરી આપવામાં આવી છે.

વહીવટી તંત્રના પરિપત્રના સોશિયલ ડિસ્ટન્સીગના નિયમોનુ સરેઆમ ઉલ્લંઘન થતું હોવાના દ્રશ્યો પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો અને જુનાગંજ બજાર જેવા ભરચક વિસ્તારમાં જોવા મળ્યા હતા. તો આ સમયે પાટણ શહેરના લોકો માટે lockdown નું ચુસ્ત પાલન કરાવતા એક પોલીસ કર્મચારીઓ પણ મુખ્ય બજાર માર્ગો પર કે જુનાગંજ બજાર વિસ્તારમાં જોવા ન મળતા લોકો પણ મન ફાવે તેમ ટોળા વળીને સોશિયલ ડિસ્ટન્સીગનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા હતા વેપારીઓ પણ પોતાના ધંધાની લ્હાયમાં કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનાં નિયમોનું ગ્રાહકો પાસે પાલન કરાવવામાં અસમર્થ બન્યા હોય તેવું દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું હતું.

એક તરફ પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાવાયરસની સંક્રમણ વધી રહ્યુ છે અને દિન-બ-દિન કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા સવારે આઠથી સાંજના ચાર કલાકના સમય દરમ્યાન શહેરના મુખ્ય બજાર માર્ગો તેમજ જૂના ગંજ બજાર જેવા ભરચક વિસ્તારમાં lockdown તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ચુસ્ત અમલ કરાવે તે પાટણના નગરજનોના આરોગ્ય માટે હિતાવહ ગણાશે.

Contribute Your Support by Sharing this News: