ગરવી તાકાત,દાંતા
સરપંચ અને તલાટી ઉપર ગ્રાન્ટો હડપ કરવાના પ્રયાસો
દાંતા તાલુકાના પુંજપુર ગામની ગ્રામ પંચાયતમા આવેલા મનરેગાના કામો જયારે ચોમાસા પહેલાં પુરા કરવાનાં હોય છે ત્યારે પુંજપુર ગામના તલાટી અને સરપંચ દ્વારા મનરેગાના કામોની ગ્રાન્ટને આખે આખી હડપ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે દાંતા તાલુકા વિકાસ અધિકારી અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ પદે સરપંચ આવ્યા ત્યાર થી આજ દિન સુધીના કામોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો પુંજપુર ગ્રામ પંચાયતનુ લાખો રૂપિયાનુ કૌભાંડ બહાર આવે તેવી ગ્રામ જનોની માગ ઉઠી રહી.
આવનાર સમયમા સરકાર દ્વારા મનરેગાના કામો નહીં કરવા આવે તો બળવંતપુરા અને પુંજપુર ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી. જે પણ આન્દોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સરપંચ અને તલાટીની રહેશે એમ ગ્રામ જનો માંગ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે સરપંચ અને તલાટી દ્વારા કામ કરાવશે કે પછી ગામના લોકોને ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવું પડશે ગ્રામજનોની માંગ છે સરપંચ અને તલાટી દ્વારા ચોમાસા પહેલાં જે કામ પુરા કરવાના કામ પુરા નથી કરવામાં આવ્યા તો તેમના ઉપર તપાસ કરી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એમ પણ આ બન્ને ગ્રામ પંચાયના લોકો માંગ ઉઠવી રહ્યા છે.