તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા નગર પાલિકાને માંગ કરવામાં આવી
પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મીઠીવાવ વિસ્તારમાં શનિવારે સવારે બોર ઓપરેટરએ પાણી છોડતા ધરોઇની પાણીમાં ગટરનું દૂષિત પાણી આવતા મહિલાઓનો હોબાળો મચાવ્યો હતો. જ્યાં વિસ્તારની મોટાભાગની મહિલાઓએ જમવાનું બનાવ્યું ન હતું.જેને લઇને પાલિકા સમક્ષ રોષ ઠાલવ્યો હતો.
આ પણ વાંચો – વર્ષોથી પડતર પ્રશ્નોની માંગણી કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા, આંગણવાડી વર્કરો લડાયક મૂડમાં : બનાસકાંઠા
