— સંચાલકને ન બદલવા માટે ગ્રાહકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી :
ગરવી તાકાત પાલનપુર : અમીરગઢ તાલુકાના રામપુરા (વ) ગામમાં વર્ષોથી સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકને બદલતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને જૂના સંચાલકને દુકાન ચલાવવા આપવાની માંગ સાથે મામલતદારને રજુઆત કરાઈ હતી.
અમીરગઢના રામપુરા (વ) ગામના આદિવાસી લોકોના ટોળા અમીરગઢ મામલતદાર કચેરી ખાતે ટોળેટોળા દોડી આવ્યા હતા અને સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકને ન બદલવા માટે રજુઆત કરી હતી. અરજદારોએ કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે રામપુરા(વ) ગામમાં છેલ્લા સાત વર્ષથી સસ્તા અનાજ ની દુકાન એસ.એલ. ચૌહાણ ચલાવે છે.
જોકે આ સંચાલક દ્વારા અમો ને નિયમિત પુરવઠો મળતો હોવા છતાં સંચાલકને બદલી અન્ય સંચાલક વી.કે.ચૌહાણને દુકાન ચલાવવા આપવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર