ધારાસભ્યએ રાજ્યના ઉર્જામંત્રીને પત્ર લખી બે ભાગમાં બિલ આપવાની માંગ કરી

વીજકંપની દ્વારા પ્રજાજનોને લોકડાઉનમાં વીજબિલ નહી આપીને ચાર મહિનાનાં કમરતોડ  બિલ એક સાથે પધરાવાતાં ગ્રાહકોમાં ભારોભાર રોષની લાગણી પ્રસરવા પામી છે.

આ અંગે થરાદના ધારાસભ્યએ રાજ્યના ઉર્જામંત્રીને COVID19 લોડાઉન દમિયાન વીજ વપરાશના બિલો એક સાથે ન આપવા બાબતે પત્ર લખીને બે પાર્ટમાં બિલ આપવાની માંગણી કરી છે.

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે રાજ્યના ઉર્જામંત્રીને લેખિતમાં પ્રજાજનોને ચાર મહિનાનાં એક સાથે આપવામાં આવેલાં બિલ બાબતે રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે થરાદ પંથકમાં ચાર મહિનાનાં લોકડાઉન સમય દરમ્યાનના બિલો U.G.V.C.L કંપનીએ આ મહિનામાં એક સાથે આપ્યાં છે.

જેના કારણે જે ઘરોમાં એક મહિનાનું ૫૦૦  રૂપિયાનું બિલ આવતું હતું તેમને એક સાથે આપવાના લીધે તેનું ૨૫૦૦ રૂપિયાનું બિલ આવેલ છે. વળી જેમાં વપરાશ યુનિટ દીઠ ભાવ વધારે થતા હોઇ ગણતરીમાં મીટરનું રીડિંગ વધે તેમ ભાવ પણ વધે તો બે મહિનાનાં બિલ યુનિટ વપરાશ હોવાથી યુનિટનો ભાવ ડબલ થઈ જાય છે.

જેના કારણે લોકોને ડબલ રૂપિયા ચુકવવા પડે છે. તો U.G.V.C.L  દ્વારા બિલનાં બે પાર્ટ કરી આપે જેનાથી લોકોને યોગ્ય રકમ ભરવી પડે અને ગરીબ લોકો ભરી પણ શકે તે માટે બે પાર્ટમાં બિલ આપવા કાર્યવાહી થાય તેવી ભલામણ કરી હતી.

કોરોના મહામારીના કારણે છેલ્લા ચાર મહિનાથી લોકોના ધંધારોજગાર પર પણ વ્યાપક અસરો પડવા પામી છે. જેની વચ્ચે વિજકંપની દ્વારા હજારો રૂપીયામાં બિલ આપવામાં આવતાં થરાદ નગરની પ્રજામાં ભારે આક્રોશની લાગણી પણ ઉઠવા પામી છે.

Contribute Your Support by Sharing this News: