મહેસાણા જીલ્લામાં પ્રાથમીક શિક્ષણ સંઘમાં પ્રમુખ મંત્રીના તાનાસાહી વહીવટ અને નવા કારોબારીમાં જીલ્લાના ઘટક સંઘોને જાણ કર્યા કે વિશ્વાષમાં લીધા સીવાય સંઘના હોદ્દેદારોની નિમણુંક ખોટી રીતે કરાઈ હોવાનો આક્ષેપ રાજ્ય સંઘ ના ઉપપ્રમુખ શૈલેષ ચૌધરી દ્વારા આ મામલે મહેસાણા શિક્ષણ સમિતિ સમક્ષ કરાયો હતો.
વધુ વિગતે રાજ્ય સંઘના ઉપપ્રમુખ શૈલેષ  ચૌધરી સાથે ગરવી તાકાતના પ્રતીનીધિએ ટેલીફોનીક વાત કરતા શૈલેષ ચૌધરીએ ,શિક્ષક સંઘનો વહીવટ ખોટી રીતે થતો હોવાનો આરોપ લગાવ્યો હતો અને મહેસાણા જીલ્લા પ્રાથમીક શિક્ષક સંઘની કાર્યપ્રણાલી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે અમો વર્ષોથી આ સંઘ સાથે જોડાયેલ હોવા છતા પણ આજ કાલ ના નવા આવેલા શિક્ષકો સરકાર ના વિરોધમાં કામગીરી કરી રહેલ છે અને વર્ષોથી કામ કરતા શિક્ષકોની સંઘમાં અવગણના કરી તેમને હાંસીયામાં ધકેલી દઈને આ સંઘને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેની સામે આ સંઘ ભંગાણના આરે આવી ગયો છે. 

 આ પણ વાંચો – ખાનગી શાળા ફી મુદ્દો: શીક્ષણમંત્રી બેઠકમાં સામાન્ય લોકોનો પક્ષ મજબુતીથી ના રાખી શક્યા

પ્રાથમીક શિક્ષકોનો હવે મહાસંઘ નામનો નવો સંગઠન રચવામાં આવી રહ્યુ છે જેમાં સંગઠનના પ્રથમ કારોબારીની નીમણુક પણ કરી દેવામાં આવી છે જેમાં નવા સંગઠનમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ વેલજીભાઈ ચૌધરીની નિમણુક કરવામાં આવેલ છે. આમ મહેસાણા જીલ્લામાં 7 હજાર શિક્ષકોનુ સંગઠન હવે ટુંક સમયમાં બે ભાગમાં વહેચાઈ જાય તો નવાઈની વાત ના કહેવાય. જેથી મહેસાણા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં આજ રોજ જીલ્લા પ્રાથમીક શિક્ષકસંઘની ઓફિસમાં પણ તાત્કાલીક ચાલુ સંઘે મીટીંગ રાખી આ  નવા બની રહેલા સંગઠનના વિરોધમાં તાત્કાલીક મીટીંગ કરી 9 તાલુકાના હોદ્દેદારોને તાલુકા પ્રમુખ/મંત્રીઓને જીલ્લા કારોબારીએ શિક્ષકોનો નવો સંઘ અને જુનો સંઘ એમ બે ભાગમાં વહેચાઈ ના જાય તે માટે સીનીયર શિક્ષકો પ્રયત્નો કરી રહ્યા છે. ઉપરાંત ખેરાલુ,સતલાસણા,જોટાણા તાલુકાના પ્રમુખોએ જીલ્લા શિક્ષણ સમીતીના ચેરમેનને તારીખ 07/08/2020 ના રોજ પત્ર લખી મહેસાણા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બનાવેલ ગેરબંધારણીય કારોબારીની રચના રદ કરવા જણાવ્યુ હતુ.
આ બાબતે અંગત સુત્રોથી જાણવા મળેલ છે કે, મહેસાણા જીલ્લા શિક્ષણ સમીતીના ચેરમેન હસમુખભાઈ ચૌધરી પણ જીલ્લાના શિક્ષકોનુ હીત જળવાઈ રહે તે માટે જીલ્લા શિક્ષણ સંઘ અને સંઘથી નારાજ મહાસંઘ નામના સંગઠનના હોદ્દેદારો જોડે સમજુતી કરાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
Contribute Your Support by Sharing this News: