ગરવી તાકાત
ભાજપની કાર્યકારણીની વીડીયો કોન્ફરન્સને સંબોધીત કરતા આજે જે.પી. નડ્ડા એ ઝારખંડ ઉપર કમજોર અને તુષ્ટીકરણ ના આરોપ લગાવ્યા હતા, અને ઝારખંડની રાજ્ય સરકાર ઉપર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે વિકાસ ત્યારે રોકાઈ જાય છે જ્યારે કાનુન વ્યવસ્થા ધ્વસ્ત થઈ જાય.
એમને વધુમાં તેમના નેતાઓને સંબોધતા જણાવ્યુ હતુ કે જ્યારે બીહાર યુનાઈટેડ હતુ ત્યારે ભાજપમાં વિશેષ યોગદાન ઝારખંડ નુ હતુ.અને આજે હુ ખુશી મહેસુસ કરુ છુ કે ઝાંરખંડને અલગ રાજ્ય અમારી પાર્ટીના નેતા અટલ બીહારી વાજપાઈએ બનાવ્યુ હતુ. જેથી અમારી પાર્ટીનો આ રાજ્ય સાથે અલગ વિશેષ સંબધ છે.
તેમને આ સંબોધનમાં કોન્ગ્રેસ ઉપર આક્ષેપો કર્યા હતા કે અહીયા કોન્ગ્રેસની લાંબા સમયથી સરકારો રહી હતી, પરંંતુ એમને ઝારખંડના ખનીજ નુ શોષણ જ કર્યુ હતુ અને વિકાસને ઝારખંડને સ્પર્ષવા જ નહતો દીધો.
આજે ઝારખંડમાં સભ્યોની સંખ્યા 18 લાખ થી પહોંચી 29 લાખે પંહોચી ગઈ છે અને સક્રીય કાર્યક્તા 16 થી 21 થઈ ગયા છે એની પણ આજે ખુશી છે, અને ઝારખંડના કાર્યકર્તાઓની મહેનતના કારણે આપણે લોકસભાની 14 માંથી 12 શીટો જીત્યા છીયે એમ જે.પી નડ્ડાએ જણાવ્યુ હતુ.
આ કોરોના ના સમયમા નવા અનુભવો થઈ રહ્યા છે. જેમા બધી જ પાર્ટીઓ સ્થીર થઈ ગઈ છે પંરતુ આપણે એકલી એવી પાર્ટી છીયે જે કાર્યરત છીયે અને આવી રીતે મારી અધ્યક્ષતામાં 25 રાજ્યોમાં કાર્યકારણી બેઠકો યોજાઈ છે.
આ કાર્યકારીણી ઈ કોન્ફરન્સમાં તેમણે લોકડાઉનમાં કરેલી કામગીરીને ગણાવતા જણાવ્યુ હતુ કે નરેન્દ્ર મોદી સરકારે ગરીબ કલ્યાણ યોજનામાં માર્ચ થી નવેમ્બર સુધી 80 કરોડ લોકોને ઘઉ અને ચોખા, નમક,પાણી, તેલ આપવાનુ કામ આપણી સરકારે કર્યુ છે.
જેમાં 8 કરોડ ફ્રી ગેસના સીલીન્ડર આપ્યાની વાત તેમણે જણાવી છે, તથા 8 કરોડ 54 લાખ ખેડુતનો માર્ચ અને જુનમાં 2 બજાર રૂપીયા આપવાનુ કામ કર્યુ છે. જેમાં 17 હજાર કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી.
લોકડાઉનમાં મોદી સરકાર દ્વારા રાહત પેકેજ જે 20 લાખ કરોડનુ આપવામાં આવ્યુ હતુ તેનો પણ ઉલ્લેખ કરતા તેમને જણાવ્યુ હતુ કે અમે 20 કરોડ નુ આર્થીક પેકેજ જાહેર કરી જનતનાને રાહત પહોચાડવાનુ કામ કર્યુ હતુ. અને એમાં 3 લાખ કરોડ એમ.એસએમ.ઈ. સેક્ટરને ફાળવવામાં આવ્યા હતા, તથા 1 લાખ કરોડ એગ્રીકલ્ચર સેક્ટરને ફાળવવામાં આવ્યા છે. જેથી આ યોજનાનો લાભ ઝારખંડની પ્રજાને થાય એના માટે ઝારખંડના કાર્યકર્તાથી સાંસદ સુધીના લોકોએ આ યોજના ત્યાના લોકો સુધી પહોચાડવી જોઈયે.
નવી શીક્ષાનીતીમાં કરેલ ફેરફાર ઉપર પણ તેઓ બોલ્યા હતા જેમા તેમને જણાવ્યુ હતુ કે અમે શીક્ષાનીતીમાં મુળ પરીવર્તન કર્યુ છે. આ નીતીમાં ગરીબનુ બાળક પણ હવે સમાન રીતે શીક્ષણ મેળવી શકશે આ શીક્ષા નીતીમાં અમે રાષ્ટ્રીય નાગરીક નહી પણ આંતરરાષ્ટ્રીય નાગરીક બનાવવા માગીયે છીયે.