આજના યુવાનોમાં રમત ગમત નો ઉત્સાહ ખુબ જ વધી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આર્ટસ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ માં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સીનીયર કોચ ના માર્ગદર્શન હેઠળ હોકી સમર કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી પસંદગી પામેલા ૧૦૦ જેટલા ખેલાડીઓ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમર કેમ્પ માં ભાગ લઇ રહેલા યુવા પ્રતિભા ધરાવતા હોકી ના ખેલાડી ઓ ને પ્રોત્સાહિત કરવા ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લે એ હાજરી આપી હતી અને ખેલાડીઓ ને માર્ગદર્શન આપી હોકી રમતા ખેલાડીઓમાં ઉત્સાહ વધાર્યો હતો રાજ્યના ત્રણ જિલ્લા ગાંધીનગર વડોદરા અને અરવલ્લી જિલ્લામાં આયોજિત આ હોકી સમર કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો મોડાસા  કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ હોકી સમર કેમ્પમાં ખેલાડીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા દર વર્ષની જેમ આયોજિત એકવીસ દિવસના આ સમર કેમ્પમાં વિવિધ રમતોનું નું આયોજન કરાય છે જે પૈકી અરવલ્લી જિલ્લામાં હોકી સમર કેમ્પ ના ખેલાડીઓમાં રહેલી પ્રતિભા બહાર આવવાની સાથે સમર કેમ્પ માં ભાગ લેનાર ખેલાડીઓ ની રાજ્ય કક્ષાએ અને વિવિધ ઝોન ની ટીમો માં સમાવેશ થવા માટે ઉમદા તક પૂરી પાડી હતી

Contribute Your Support by Sharing this News: