ગરવી તાકાત કાંકરેજ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ તથા ગુજરાત સરકારના આદેશ અનુસાર કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ.સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજરીયા કૉમેર્સ કોલેજ થરામાં તા.22/07/2022 ના રોજ કોરોના (Covid-19) સંદર્ભે વેક્સિનેશન કેમ્પ રાઉન્ડ-3 નું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત સરકાર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોલેજમાં અને કોલેજ ના પ્રિ.ડૉ.ડી.એસ.ચારણ તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઑફિસર થરા અર્બન ડૉ. કૃપાબેન વ્યાસ,મ.પ.હે.સું.ટોટાણા દશરથભાઈ ચૌહાણ,ફિ.હે.સું.ટોટાણા મંજુલાબેન તેમજ તમામ થરા અર્બન મ.પ.હે.વ.અને ફિ.હે.વ.ટીમ અને આશાબેનો દ્વારા અને કોલેજના NCC ના ઓફિસરશ્રી આર.ટી.રાજપૂત, NSS વિભાગના શ્રી ગૌરવભાઈ શ્રીમાળી અને શ્રી કૌશલભાઈ દેસાઇ તથા NCC/NSS ના સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો તથા સમગ્ર કોલેજ પરિવારના સહયોથી વેક્સિનેશન કેમ્પ રાઉન્ડ-3 પૂર્ણ થયો.તેમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર વેક્સિનેશન કેમ્પનું સંચાલન P.T.I શ્રી વાઘુભાઈભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ