— ૩૦૦ થી વધારે ભારતભરના મારવાડી અશ્વો આ સ્પર્ધામાં ભાગ લેશે
— ખેડૂત અશ્વ પાલકો અને નાના બ્રીડરો માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશ
ગરવી તાકાત મહેસાણા: મહેસાણા શંકુઝ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ ખાતે આગામી તારીખ ૨૫, ૨૬, ૨૭ એમ ત્રણ દિવસનો અશ્વ મેળો ભરાશે. જેમાં આખા ભારતમાંથી ત્રણેય દિવસ અશ્વોની અલગ અલગ હરિફાઈઓ યોજાશે. જેમાં મારવાડી જાતના અલગ અલગ કેટેગરીમાં ભાગ લઈ શો માં ઉતરશે.
આ અશ્વ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન, કાઠિયાવાડ સહિત વિવિધ પ્રદેશમાંથી અશ્વ માલિકો પોતાના અશ્વો લઈને આવે છે. અશ્વ મેઘ હોર્સ સોસાયટી દ્વારા ટ્રોફી પ્રમાણપત્ર વગેરે આપીને અશ્વ અને તેના માલિકને સન્માનિત કરવામાં આવશે.
આમ શંકુઝ વોટર પાર્ક ખાતે ગુજરાત રાજયનો સૌથી મોટો અશ્વ શો લઈને અશ્વ પ્રેમીઓ અને નાગરીકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ અંગે ટીમ ગુજરાત હોર્સ શો ૨૦૨૨ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ અશ્વ શો
મહેસાણા જિલ્લા અને સમગ્ર ગુજરાત માટે એક ગૌરવનું પ્રતિક છે. અને પુરા ભારતમાંથી પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા તથા ગુજરાત ના અનેક જિલ્લાઓ સહિત અનેક રાજ્યોમાંથી અશ્વ માલિકો મહેસાણા ખાતે
પધારશે અને તેમનું સ્વાગત તેમનું ટીમ ઓફ ગુજરાત હોર્સ શો-૨૦૨૨ આવકારવા તૈયાર છે. જેમાં ત્રણસોથી વધારે મારવાડી જાતના ઘોડાઓ શો કરશે અને શો ની કેટેગરી અદત વશેરા અને વશેરી તેમજ બે દાંત વશેરા અને વશેરી અને પૃખ્ત વયના ઘોડા અને ઘોડીઓની રીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોજાનાર અશ્વ શોમાં ખેડૂત અશ્વ પાલકો અને નાના બ્રીડરો માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે કારણ કે, નાના ખેડૂતો પોતાના ઘોડાને લઈને પંજાબ, મહારાષ્ટ્ર, પુના સહિતના શો માં લઈ જઈ શકતાં નથી તેથી પોતાના ઘર આંગણે આ યોજાનાર અશ્વ મેઘ શો માં લોકોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.