ધરોઈ ડેમ છલોછલ ભરાતા ઉત્તર ગુજરાતના ખેડુત સહિત સામાન્ય લોકો પણ આનંદીત થયા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ ૯૦.૯૧ ટકા સુધી ભરાઇ જતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ધરોઇ ડેમમાં પાણી આવવાથી પીવાના સિંચાઇ માટે જથ્થો ઉપલ્બધ બન્યો છે.ધરોઇ ડેમમાં  ૦૧ સપ્ટેમ્બરની સાંજે ૦૫ વાગ્યની સ્થિતિએ  ૬૧૯.૬૮   ફુટ પાણી ભરાયુ છે. જોકે ડેમની પૂર્ણ સપાટી ૬૨૨ ફુટ છે. સાબરમતી જળાશય યોજના (ધરોઈ બંધ) સાબરમતી નદી ઉપર ધરોઈ ગામ, તા. સતલાસણા જી. મહેસાણા નજીક બાંધવામાં આવેલ છે. જેનુ બાંધકામ સને ૧૯૭૧-૭૨માં કરવામાં આવેલ છે.

આ પણ વાંચો – ગુજરાતમાં સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા શાકભાજીના ભાવ આસમાને

આ બંધની કુલ લંબાઈ નદીના ભાગમાં ૧૨૦૭ મીટર (૩૯૬૦) છે. જેની જમણી બાજુના ચણતર બંધની લંબાઈ ૨૬૯ મીટર (૧૨૧૦ ફુટ) અને ડાબી બાજુના મુખ્ય માટી બંધની લંબાઈ ૮૩૮ મીટર (૨૭૫૦ ફુટ) છે. જળાશયનું એફ.આર.એલ(પૂર્ણ સપાટી)  ૧૮૯.૫૯ મીટર, છલતીનું મથાળુ ૧૭૮.૯૨ મીટર નહેરોના બર્હિદ્વારના તળીયાની સપાટી ૧૭૫.૮૯ મીટર છે. બંધના એફ.આર.એલ લેવલે કુલ સંગ્રહશક્તિ ૨૮૭૧૬ મી.ફુટ છે. ધરોઇ જળાશયનુ મુળ આયોજન મહેસાણા જિલ્લાના ૪૮૧૦૫ હેક્ટર અને સાબરકાંઠા જિલ્લાના ૧૨૯૮૦ હેક્ટર વિસ્તાર થઇ કુલ ૬૧૦૮૫ હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવેલ છે. જેનાથી મહેસાણા જિલ્લાના ૨૨૬, પાટણ જિલ્લાના ૪૫ અને ગાંધીનગર જિલ્લાના ૦૧ ગામને પિયતનો લાભ મળે છે.

સાબરમતી જળાશય યોજનામાંથી મહેસાણા ફ્લોરાઇડ (૩૭.૬૧ એમ.જી.ડી) અને ઇડર વડાલી જૂથ (૯.૨૩ એમ.જી.ડી) ને વાર્ષિક પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં ૧૩ તાલુકાના ૮૬૧ ગામોને પીવાના પાણીનો લાભ મળે છે.

       

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.