ફાયર સેફ્ટિના અભાવે મહેસાણાની 8 બિલ્ડીંગોને સીલ કરવાનો આદેશ, સરકારી ફ્લેટ પણ સીલ કરશે !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણામાં પ્રાદેશિક કમિશ્નર દ્વારા ફાયર સેફટી વિનાની 8 હાઇરાઈઝ બિલ્ડીંગ સીલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. મહેસાણાની 8 જેટલી 18 મિટરથી વધુ ઊંચાઈની રેસીડેન્સીયલ તથા કોમર્શિયલ બિલ્ડીંગને ફાયર સેફ્ટિ મામલે નોટીસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં શહેરની બીલ્ડીંગોએ ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી કરી જેથી હાઈકોર્ટના આદેશ અનુસાર સીલ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 1 વર્ષ દરમ્યાન હોસ્પિટલ સહીતની  બીલ્ડીંગોમાં આગ લાગવાને પગલે હાઈકોર્ટે આકરૂ વલણ અખત્યાર કર્યુ છે. હાઈકોર્ટે ફાયર સેફ્ટિ વીનાની બિલ્ડીંગનો સીલ કરવા આદેશ કર્યો હતો. જેથી પ્રાદેશીક કમિશ્નરના આદેશ મુજબ મહેસાણાની 8 બીલ્ડીંગને સીલ કરવાનુ જણાવાયુ છે. ગેલેક્સી હાઈટ લાટી વાળા પાર્ટી પ્લોટ પાસેની બીલ્ડીંગ, પંડિત દિન દયાળ વસાહત ગુજરાત હાઉસિંગ બોર્ડ, કૃણાલ હાઈટ ફ્લેટ રામોસણા જકાત નાકા,ધરતી મનન પ્લાઝા જેલરોડ(વાણિજ્ય),એસ વી નાઈન ફ્લેટ રાજકમલ પાસે,એપોલો એનકલેવ સીમંધર પાસે, હિમાલયા ફ્લેટ હાઇવે મહેસાણા,ગાર્ડન વ્યુ ફ્લેટ સિવિક સેન્ટર પાસે  આવેલ બીલ્ડીંગને સીલ કરવા આદેશ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારના આદેશ મુજબ જે પંડિત દિન દયાળ વસાહત ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગોને સીલ કરવાનો આદેશ કરાવામાં આવ્યો છે તેને અગાઉ પણ ફાયર સેફ્ટિ મામલે મહેસાણા નગરપાલીકા દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં ફાયર સેફ્ટિને લઈ કોઈ પગલા ભરવામાં નહોતા આવ્યા. સુત્રો અનુસાર આ બિલ્ડીંગનો વહીવટ રાજ્ય સરકારનુ હાઉસીંગ બોર્ડ કરે છે તેમ છતાં ફાયર સેફ્ટિના નોર્મ્સ ઝળવાયા નથી.

મહેસાણાના સોમનાથ રોડ પર આવેલ હાઉસીંગ બોર્ડની બિલ્ડીંગમાં 16 ડિસેમ્બરના રોજ આગ લાગી હતી ત્યારે પણ ફાયર સેફ્ટિના નામે મીંડુ હોવાનુ સામે આવ્યુ હતુ. હવે પ્રાદેશીક કમીશ્નર દ્વારા આ બિલ્ડીંગને સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અન્ય 7 પ્રાઈવેટ બિલ્ડીંગોનો પણ સમાવેશ થાય છે.

શહેરની ગેલેક્સી હાઈટ લાટી વાળા પાર્ટી પ્લોટ પાસેની બીલ્ડીંગ, પંડિત દિન દયાળ વસાહત ગુજરાત હાઉસિંગ બોર્ડ, કૃણાલ હાઈટ ફ્લેટ રામોસણા જકાત નાકા,ધરતી મનન પ્લાઝા જેલરોડ(વાણિજ્ય),એસ વી નાઈન ફ્લેટ રાજકમલ પાસે,એપોલો એનકલેવ સીમંધર પાસે, હિમાલયા ફ્લેટ હાઇવે મહેસાણા,ગાર્ડન વ્યુ ફ્લેટ સિવિક સેન્ટર પાસે આવેલ બિલ્ડીંગને નગરપાલીકાએ સામાન ખસેડી લેવાનુ અલ્ટીમેટમ આપ્યુ છે. જેમાં કોમર્શિયલ બિલ્ડીંગને દિન 3 તથા રેસીડેન્સીયલ બિલ્ડીંગને 45 દિવસ જેટલો સમય આપવામાં આવ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.