સરકારના ‘યુવા શક્તિ દિવસ’ સામે વિપક્ષનુ “બેરોજગારી હટાઓ” અભિયાન – બેરોજગારીથી ત્રસ્ત યુવાનો સરકારને ઘરભેગી કરવા મન બનાવી ચુક્યાં છે : કોંગ્રેસ

શેર કરવા અહીં ક્લિક કરો.

પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો છઠ્ઠો દિવસ : સરકાર

“સરકારની નિષ્ફળતાનું છઠ્ઠુ નોરતું” : વિપક્ષ

 
ગુજરાતમાં વિજય રૂપાણીની આગેવાની હેઠળ 5 વર્ષ પુરા થતાં સરકાર 8 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. કાઉન્ટરમાં કોંગ્રેસ પણ સરકારી દાવાઓને પોકળ સાબીત કરતા રોજે રોજ કાર્યક્રમ આપી રહી છે. જ્યારે રાજ્ય સરકાર ‘સુશાસનના પાંચ વર્ષ’ ના દાવા સાથે શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજી રહી છે તે અંતર્ગત આજે યુવા શક્તિ દિવસ મનાવામાં આવી રહ્યો છે. તેની સામે કોગ્રેસે “બેરોજગારી હટાઓ” અભિયાન અંતર્ગત ધરણા કાર્યક્રમ યોજ્યા હતા. 
 
 
કોંગ્રેસના અમદાવાદ ખાતેના આ ધરણા કાર્યક્રમમાં  પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અર્જુન મોઢવાડીયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. “યુવાનોને જોઈયે કમાણી, ક્યારે આપશે રૂપાણી”, “ધંધા ઉધોગ તો છે ઠપ, સરકારી ભરતી છે પણ બંદ” જેવા પોસ્ટર બેનરો સાથે કોંગ્રેસે ધરણા કર્યા હતા. 
 

આ પણ વાંચો – યુવા બેરોજગાર, ખેડુત દેવાદાર, મહિલા ઉપર અત્યાચારની પરિસ્થિતી વચ્ચે લોકોને ભ્રમીત કરવા સરકારના તાયફા : કોંગ્રેસ

બેરોજગારી હટાઓ” અભિયાનમાં પરેશ ધાનાણીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, ભાજપનુ 25 વર્ષથી શાસન છે પરંતુ આ દરમ્યાન રાજ્યના 106 તાલુકાઓઓને જીઆઈડીસીનો લાભ નહી મળતા લોકો પોતાના ગામડા છોડવા મજબુર બન્યા છે. તેમને રોજગારી બાબતે સરકાર ઉપર આરોપ લગાવી કહ્યુ હતુ કે,  રાજ્યના 107 તાલુકા શ્રમ અને રોજગાર વિભાગના આંકડા પ્રમાણે 12695 જગ્યાઓ છે પરંતુ તેમાં 5087 જેટલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડેલી છે. આ સીવાય ઔધૌગીક તાલીમ સંસ્થાઓમાં 9893 પૈકી 3907 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. આ સીવાય પણ તેમને અનેક આંકડા રજુ કરી સરકારની યુવા વિરોધી નિતીઓના કારણે બેરોજગારી દર આટલો ઉંચે પહોંચ્યો છે તેમ જણાવ્યુ હતુ. 

કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાએ ભાજપ સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે,  ભાજપ સરકારમાં બેરોજગારી સાતમાં આસમાને છે, નોટબંધી, GST, આયોજન વગરનું લોકડાઉન જેવા ઘાતક નિર્ણયોના કારણે દેશમાં કરોડો લોકો બેરોજગારીના ખપ્પરમાં ઘકેલાઈ ગયા છે. સરકારી વિભાગોમાં હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી ન કરીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં લાજવાની જગ્યાએ ગાજી રહી હોય તેમ ભાજપ સરકાર રોજગારી દિવસની ઉજવણી કરીને લાખો લોકોને રોજગારી આપી હોવાના જુઠાણા ચાલાવી રહી છે. ત્યારે બેરોજગારીથી ત્રસ્ત યુવાનો હવે રોજગારીની જગ્યાએ માત્ર ઠાલા વચનો આપતી ભાજપ સરકારને ઘરભેગી કરવાનું મન બનાવી ચુક્યાં છે. 12695  શ્રમ અને રોજગાર વિભાગમાં 5087 જેટલી જગ્યાઓ ઘણા વર્ષોથી ખાલી છે. 
 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.