ગરવી તાકત, ધાનેરા
ધાનેરા તાલુકામાં પણ મનરેગા કૌભાંડ આચરાયું : ઘનિષ્ઠ તપાસ કરવા ઉઠી જનમાંગ
બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિકાસના વિવિધ કામોમાં વ્યાપક ગેરરીતિની બુમરાણો ઉઠવા પામી છે. તેમાં વ્યાપક ભ્રષ્ટાચારની નીતિમાં અગ્રતા ધરાવતા ધાનેરા તાલુકામાં વિકાસના વિવિધ કામો પૈકી હવે મંત્રી કાના કામમાં પણ કૌભાંડ આચરાયુ હોવાનું ચર્ચામાં આવ્યું છે. આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરવા માટે લોકોની માંગ ઉઠવા પામી છે. જોકે ધાનેરા તાલુકા પંચાયતમાં કેટલાક ફોલ્ડરો દ્વારા અરજદારો પાસેથી પડાવવામાં આવતા નાણાં બાબતની ચર્ચાની પણ તપાસ થાય તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચો – દાંતા: ઘરમાં ઘુસી બળાત્કારની કોશીષ અને લુંટના આરોપીઓને પોલીસ દ્વારા બચાવવાના પ્રયાસ
અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડથી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં મચી ગયો છે. બાલુન્દ્રા તલાટી, ગ્રામ સેવક, સરપંચ સામે કાર્યવાહી કરાતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. પરંતુ મનરેગા કૌભાંડ માત્ર અમીરગઢ તાલુકામાં જ નથી પરંતુ જિલ્લાના અનેક તાલુકાઓમાં મનરેગામાં વ્યાપક કૌભાંડો ચાલી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. તેમાં ધાનેરા તાલુકામાં પણ છેવાડાના ગામોમાં મસમોટું કૌભાંડ મનરેગાના કામોમાં ચાલી હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠી છે ધાનેરા તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં કામ કરતા કેટલાક કર્મચારીઓની મિલિભગતથી ખોટા રેકર્ડ બનાવી ખોટા જોબકાર્ડ ભરી ગ્રાન્ટ ચાઉં કરી હોવાની બૂમો ઉઠવા પામી છે.
આ પણ વાંચો – બનાસકાંઠા: મનરેગામાં ભ્રષ્ટાચાર કરતો તલાટી સસ્પેન્ડ, સરપંચને પદભ્રષ્ટ કરવાની નોટીસ
જો જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે તપાસ હાથ ધરે તો અમેરિકા તાલુકાના બાલુન્દ્રા માં જેમ અધિકારીઓને કર્મચારીઓના પગ નીચે રેલો આવ્યો છે તેમ અહીં પણ કૌભાંડ બહાર આવે તેમ છે. તેમાં મનરેગા વિભાગમા કામ કરતાં કબાડીઓ તાલુકા પંચાયત કચેરીમાં જ ભાગ્યે હાજર જોવા મળે છે પોતે ફિલ્ડમાં છે તેવા બહાના બતાવીને કચેરી છોડી ગામડાઓમાં કબાડા કરવા જતા રહેતા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ બાબતે તપાસ થશે કે કેમ તેવા સવાલો સર્જાઈ રહ્યાં છે.